fbpx
સૌરાષ્ટ - કચ્છ

આંદોલન છેડનાર હાર્દિક પંડ્યાના સમર્થનમાં પોલીસ પરિવારો આવ્યા

સોશિયલ મીડિયામાં ગ્રેડ પે મુદ્દે પોલીસ કર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આ આંદોલનને લઈને ગુજરાત પોલીસે આદેશ જાહેર કર્યા છે. આદેશ અનુસાર ગ્રેડ પેને લઈને સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરનાર સામે પગલાં લેવાશે એવું કહેવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના પોલીસ કર્મચારીઓને પગારની સાથે અન્ય ભથ્થા તથા સુવિધા અપાતી હોવાની સ્પષ્ટતા પણ આદેશમાં કરવામાં આવી છે. જણાવી દઈએ કે કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાના આંદોલન બાદ આ આદેશ જાહેર કરાયા છે.

હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા.પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પે મુદ્દે આંદોલન છેડનાર હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ક્યાં છે? આ સવાલ ગાંધીનગરમાં હાર્દિંક પંડ્યાના સમર્થનમાં ધરણા પર ઉતરેલા પોલીસ પરિવારો પૂછી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે પોલીસ પરિવારોને એવું જણાવ્યું છે કે હાર્દિક પંડ્યાને તેમના ઘરે મોકલી દીધા છે. પણ પોલીસ પરિવારોનું કહેવું છે કે હાર્દિંક પંડ્યા ઘરે પણ નથી અને ડ્યૂટી પર પણ નથી. પોલીસ પરિવારની મહિલાઓ પોલીસ પાસેથી એવું લખાણ માગી રહી છે કે હાર્દિક પંડ્યા પર કોઈ કેસ કરવામાં ન આવે અને તેમને કોઈપણ પ્રકારની આંચ ન આવે. સાથે જ પોલીસ પરિવારની મહિલાઓએ માંગ કરી છે કે ધરણા કરનાર પોલીસ કર્મચારી સામે કોઇ પગલા ન લેવાય. જણાવી દઈએ કે ગ્રેડ પે આંદોલન છેડનાર હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગઈકાલે વિધાનસભા આગળ હડતાલ પર ઉતર્યા હતા. ત્યારબાદ તેમની અટકાયત કરવાના અહેવાલ હતા. જાેકે મોડી રાત્રે હાર્દિક પંડ્યાના સમર્થનમાં પોલીસ પરિવારો આવ્યા હતા.

Follow Me:

Related Posts