fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં દિવાળીમાં ૪૦ હજાર કિલો મીઠાઈ લોકો આરોગશે

ગત વર્ષે દિવાળીમાં મીઠાઇની ડિમાન્ડ એટલી તળિયે ગઇ હતી કે અનેક વેપારીઓએ મીઠાઇ મૂળ કિંમત કરતાં ૧૦થી ૧૫ ટકા ડિસ્કાઉન્ટમાં વેચવી પડી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯ની સરખામણીએ કોર્પોરેટ બુકિંગમાં ૩૦%નો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે ફરી ૨૦૧૯ની સમકક્ષ થયો હોવાનું વેપારીઓનું માનવું છેરોશનીના પર્વ દિવાળીમાં મિઠાઈનું સૌથી વધારે મહત્વ હોય છે. રાજકોટમાં તહેવારો દરમિયાન સ્નેહીજનોને આપવા તેમજ ઘર પરિવાર માટે મીઠાઇની ખરીદી કરવામાં લોકો મીઠાઈની દુકાને ઉમટી રહ્યા છે. ત્યારે આ વર્ષની મિઠાઈ ગત વર્ષ કરતા થોડી મોંઘી થતા લોકો પણ જરૂરિયાત પ્રમાણે મીઠાઈની ખરીદી કરી રહ્યા છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાઈની કિંમતમાં ૧૦થી ૧૫ ટકા જેટલો ભાવ વધારો જાેવા મળી રહ્યો છે. આ વર્ષે બજારમાં રૂપિયા ૪૦૦થી શરૂ કરી ૧૦૦૦ સુધી કિંમતની કિલોગ્રામ મીઠાઇનું વેચામ થઇ રહ્યું છે. તેમાંય ખાસ કરીને ચોકો પિયા અને ચોકો ડ્રિમ મીઠાઈ લોકોમાં હોટ ફેવરિટ બની છે અને સૌથી વધુ તેની જ પસંદગી કરી રહ્યા છે. દિવાળીમાં ૪૦ હજાર કિલો મીઠાઈ લોકો આરોગશે. રાજકોટના મવડી મેઈન રોડ પર આવેલી વર્ષો જૂની જાણીતી શિવશક્તિ ડેરી ફાર્મના જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કેસ નહીંવત થતા દશેરાની જેમ દિવાળીમાં પણ ગ્રાહકોની ભીડ જાેવા મળી રહી છે. આ વર્ષે રાજકોટમાં દિવાળીના તહેવારોમાં ૪૦ હજાર કિલોથી વધુ મીઠાઈ ખવાશે તેવો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. રો-મટીરીયલ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં આ દિવાળીએ મીઠાઈના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થયો છે. એમ છતાં પણ મીઠાઈની ડિમાન્ડ વધી હોવાનું પણ જાણવા મળ્યું છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને લઈને મીઠાઈના વેપારીઓને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પરંતુ આ વખતે દિવાળી આવતાં જ રાજકોટવાસીઓ ફરી પોતાની ફેવરિટ મીઠાઈ તરફ પાછા ફર્યા હોય તેવી ઝલક જાેવા મળી રહી છે. આ દિવાળીએ મીઠાઈમાં રેગ્યુલર સાથે જ અન્ય અવનવી મીઠાઈ પણ આવી છે. ચોકો પીયા, ચોકો ડ્રિમ મીઠાઈ લોકોની હોટ ફેવરિટ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/