fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં નર્મદાના પાણીથી ૭૭ ગામોને થશે ફાયદો

કચ્છના ઘણા ગામોમાં નર્મદાના પાણી ન પહોંચતા હોવાના કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવવી પડતી હતી. જાે કે રાજ્ય સરકારના આ ર્નિણયથી હવે કચ્છના ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓ નહીં નડે.રાજ્ય સરકાર દ્વારા કચ્છના ૭૭ ગામોને સિંચાઇના પાણીનો લાભ મળે તે માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફુટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડ ના કામો મંજૂર કર્યા છે. કચ્છમાં હવે નર્મદાનો વ્યાપ વધશે. જેનાથી કચ્છના ગામડાઓમાં નર્મદાના પાણીનો લાભ મળશે. રાજ્ય સરકારે કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ના કામો મંજૂર કર્યા છે.. જેના માટે રૂપિયા ૪ હજાર ૩૬૯ કરોડ મંજૂર કરાયા છે.. સરકારના આ ર્નિણયથી ૬ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈના પાણીની સુવિધા મળશે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફૂટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.

આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ૪ લિંકનું આયોજન છે. પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. સરકારના ર્નિણયથી કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ ૬ તાલુકાના ૭૭ ગામોને ફાયદો થશે.. એટલું જ નહિ અંદાજે ૨ લાખ ૮૧ હજાર એકર વિસ્તારમાં નર્મદાના પાણીથી સિંચાઈ થઈ શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/