fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૬ શાળામાં ૫ વિદ્યાર્થી અને ૪ શિક્ષકો સંક્રમિત

રાજકોટ જિલ્લામાં ૬ શાળામાં ૫ વિદ્યાર્થી અને ૪ શિક્ષણને કોરોના થયાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી અને શિક્ષક સંક્રમિત થતા હવે એક અઠવાડિયું પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની શક્તિ સ્કૂલમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા ૪ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.

મઝહર કન્યા વિદ્યાલયમાં એક વિદ્યાર્થિની કોરોના પોઝીટીવ આવી છે તો ગાંધીજ્ઞાન મંદિર, જસદણની કન્યા વિનય મંદિર, શાપર વેરાવળની ડિમાર્શલ સ્કૂલ અને વિંછીયાના ફૂલઝરની સરકારી હાઈસ્કૂલના શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. હાલ તમામ હોમ આઈસોલેશનમાં છે અને અન્ય વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના ટેસ્ટ કરવા પ્રક્રિયા ચાલુ છે. વધુ કોઈ સંક્રમિત ન થાય તે માટે સ્કૂલ એક અઠવાડિયું બંધ કરી દેવાઇ છે.રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે અને છેલ્લા બે દિવસથી ૫૦૦ થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં ક્યાંક વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ ૬ શાળાના ૫ વિદ્યાર્થી અને ૪ શિક્ષક પોઝિટિવ આવતા શાળામાં ઓફલાઇન શિક્ષણ એક અઠવાડિયું બંધ કરવામાં આવ્યું છે

. બીજી તરફ કોરોના સંક્રમણ વધતા શાળામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પણ ૨૦% જેટલો ઘટાડો નોંધાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. જે રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે તેને પગલે વાલીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે. એક સમયે ઓફલાઈન શિક્ષણમાં ૯૫ ટકા જેટલી હાજરી જાેવા મળતી હતી પણ જયારે શાળામાં કોરોના આવ્યો છે ત્યારથી સરેરાશ ૧૨થી ૧૫ ટકા ગેરહાજરી નોંધાઇ રહી છે. અમારી શાળાની વાત કરીએ તો ધોરણ ૧૦થી ૧૨માં ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં ૬૦થી ૭૦ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હોય છે. અમારી શાળામાં સરેરાશ ૯૫ ટકા જેટલું વેક્સિનેશન થઈ ગયું છે. તેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં હિંમત આવી છે. વિદ્યાર્થીઓ નીડર બન્યા છે. મારુ તો વાલીઓને કહેવું છે કે આપણે બાળકોને આ પરિસ્થીમાં જીવતા શીખવવું પડશે.

તો બીજી તરફ રાજકોટ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઓફલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીની ૧૦થી ૨૦ % હાજરી ઘટી છે. જાે કે તેમાં કદાચ તેમના કોઈ પરિવારજનો સંક્રમિત હોય અને શાળાએ વિદ્યાર્થીને ન મોકલવા વાલીઓ ર્નિણય કર્યો હોય તેવું લાગે છે. આ સાથે વાલીઓ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માંગ કરતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. હાલ કોરોનાના માઇલ્ડ સીમટોમ્સ હોવાથી કોઇ ગંભીર અસર થતી હોવાનું ન જણાતા આગામી ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૬ થી ૯ અને ૧૫ ફેબ્રુઆરીથી ૧ થી ૮ નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/