fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભુલ તંત્રની છતાં યુવકને ઘરે જઈ ધમકાવ્યો

કોઇપણ સરકારી કામકાજમાં ફોટો આઇડી આપવાની જરૂરિયાત હોય ત્યાં ચૂંટણીકાર્ડનો પણ અરજદાર દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને તંત્ર તેને સ્વીકૃત પણ કરે છે, ચૂંટણીપંચના સ્ટાફ અને લાપરવાહ બીએલઓને કારણે અનેક ચૂંટણીકાર્ડ બબ્બે નીકળ્યાનો ધડાકો થયો છે ત્યારે આવા ડુપ્લિકેટ કાર્ડનો ગેરઉપયોગ કે ગુનાહિત કૃત્યમાં પણ ઉપયોગ થવાની જાણકારોએ શંકા વ્યક્ત કરી હતી. એક જ વ્યક્તિના એક જ સરનામાના બે ચૂંટણીકાર્ડ નીકળે તે લાપરવાહી છે, આવી ક્ષતિ ન રહે તે માટે સ્ટાફને પૂરતી તાલીમ આપવામાં આવી છે, આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, ક્યાં લાપરવાહી રહી ગઇ, કોણે ક્ષતિ રાખી તે અંગે તપાસ કરાવવામાં આવશે અને જરૂર પડ્યે જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

મતદાર સુધારણાના કાર્યક્રમોની જાેરશોરથી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ આવા કાર્યક્રમમાં ફરજ બજાવતા બીએલઓ સહિતના સ્ટાફને આવી કામગીરીમાં સહેજ પણ રસ નહોય તેવા અનેક કિસ્સા જાેવા મળ્યા હતા, પરંતુ રાજકોટના એક યુવકે ચૂંટણીકાર્ડમાં સરનામું બદલાવવા અરજી કર્યાના મહિનાઓ વિતવા છતાં તેને કાર્ડ નહીં મળતાં યુવકે બીજું ફોર્મ ભર્યું હતું અને દોઢ વર્ષે તેને એક સાથે બીએલઓએ અલગ અલગ નંબરના બે કાર્ડ આપી દીધા હતા, ભૂલનું ભાન થતાં બીએલઓએ યુવકના ઘરે અડિંગો જમાવી કાર્ડ પરત મેળવવા ધમપછાડા કર્યા હતા એટલું જ નહીં બંને કાર્ડ રદ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. જામનગર રોડ પરના કોપરસિટી પ્લસમાં રહેતા મધુસૂદન સી. પંડ્યા (ઉ.વ.૪૩)એ જણાવ્યું હતું કે, અગાઉ મોરબી રહેતા હતા ત્યારે તેમની પાસે ચૂંટણીકાર્ડ હતું, ૧૭ વર્ષ પૂર્વે રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેવા આવ્યા હતા, અને ત્યાંથી કોપરસિટીમાં રહેવા ગયા હતા, તેમની પાસે જીજે ૧ સિરીઝનું ચૂંટણીકાર્ડ હતું, લક્ષ્મીવાડીથી કોપરસિટીનું સરનામું બદલાવવા માટે ૭ જાન્યુઆરી ૨૦૨૦ના માલવિયા કોલેજ પાસે આવેલી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી,

પરંતુ જૂની સિરીઝનું કાર્ડ હોવાથી અપડેટ થતું નહોતું, જેથી કાર્ડ પરનો ફોટો અને સરનામું ચેન્જ કરવા માટે ૧૭ જૂન ૨૦૨૦ના આત્મીય કોલેજ પાસેની મામલતદાર કચેરીમાં ફરીથી અરજી કરતાં એ જ દિવસે એ કાર્ડ કેન્સલ કરવા અંગેની તંત્ર દ્વારા પહોંચ આપવામાં આવી હતી, અને નવું કાર્ડ કઢાવવા માટેનો રસ્તો ખુલ્યો હતો. મતદાર સુધારણા કાર્યક્રમ આવતા બજરંગવાડી વિસ્તારની સરકારી સ્કૂલમાં પોતે તથા તેના એપાર્ટમેન્ટના અન્ય લોકોએ ફોર્મ ભર્યા હતા, અન્ય લોકોના કાર્ડ આવી ગયા હતા પરંતુ મધુસૂદનભાઇનું કાર્ડ નહીં નીકળતા તેમણે આ અંગે તપાસ કરતાં મામલતદાર કચેરીમાંથી તેમનું ફોર્મ જ ગાયબ થઇ ગયાનું જાણવા મળ્યું હતું. મધુસૂદનભાઇ દોઢ વર્ષ સુધી કચેરીઓમાં દોડતા રહ્યા હતા પરંતુ તેમને કાર્ડ મળતું નહોતું એટલું જ નહીં સ્ટાફ દ્વારા યોગ્ય પ્રતિસાદ પણ મળતો નહોતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/