fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર મનપા દ્વારા બેરોજગારોનું સીધુ શોષણ થાય તેવું ટેન્ડર

જામનગર મહાનગરપાલિકા દ્વારા તેની વિવિધ શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક, પટ્ટાવાળા, દાળિયા, કલાર્ક, ઈજનેર વગેરે સપ્લાય કરવા માટે આઉટ સોર્સિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં બધાના પગાર ફીક્સ હતા. હવે કંપનીઓએ આવા માણસોને આપવા માટે શું ચાર્જ લે તેનું ટેન્ડર કરવાનું હતું જેમાં ૧૨ ટેન્ડર મહાપાલિકાને મળ્યા હતા જેમાંથી આશ્ચર્યજનક રીતે ૬ પાર્ટીઓએ માણસો સપ્લાય કરવા માટેનો ભાવ ફક્ત રૂા.૧ આપ્યો જેનાથી ફલિત થાય છે કે, શિક્ષિત બેરોજગારોનું શોષણ કેવી રીતે થાય છે ! આનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે, મહાનગરપાલિકાએ છએય ટેન્ડર મંજૂર કર્યા અને છએય કંપનીઓને કામ આપ્યું.

હવે આ લોકો જે માણસો સપ્લાય કરશે તેમના પગારમાંથી કમિશન કાપશે તે નિશ્ચિત છે એટલે બેરોજગારોનું શોષણ થયું તે પણ મહાપાલિકાના અંદર જ ! કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્કનો પગાર મહાપાલિકાએ રૂા.૧૧,૮૦૦ નક્કી કર્યા છે જેમાંથી પી.એફ., ઈસીએસ, ટીડીએસ અને પ્રોફેશનલ ટેક્સ કપાશે. એટલે રૂા.૨ હજાર જેટલી કપાત ગણી લેવાની, પાછળ વધ્યા રૂા.૯૮૦૦ જેમાંથી બે-ત્રણ હજાર કંપની કમિશન લે એટલે બેરોજગારોએ તો આખો મહિનો રૂા.૭થી ૮ હજારમાં નોકરી કરવાની !

આઉટ સોર્સિંગનું ટેન્ડર એક વખત કર્યું હતું જેમાં વાત ન બનતા રિ-ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું જેમાં પગાર માટે કોઈ ઉંચ-નીચ ન થાય તે માટે મહાપાલિકાએ પગાર પોતે જ નક્કી કરીને આપ્યા. આપણે લોકોએ ટેન્ડરમાં પગારમાં કોમ્પિટીશન થવા દીધી નથી જેના કારણે આવા ભાવ આવ્યા છે. અમે લોકોએ ટેન્ડર પ્રક્રિયામાં તમામ બાબતોની ધ્યાન રાખીને મંજૂર કર્યા છે. ટેન્ડર પ્રક્રિયા તો થઈ ગઈ છે, ભાવ પણ આવી ગયા છે, પરંતુ હજુ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા નથી. વર્ક ઓર્ડર આપતી વખતે શરતોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાકી હું રજા પર હોવાથી મને આ બાબતની લેટેસ માહિતી નથી. જામનગર શહેર-જિલ્લામાં બેરોજગારોની કોઈ કમી નથી. આવા બેરોજગારોની મજબુરીનો લાભ લેનારાઓ પણ તેમના પર ત્રાટકીને બેઠા હોય છે. આવું જ કંઈ ફલિત થયું છે.

જામનગર મહાનગરપાલિકાના આઉટ સોર્સિંગ ટેન્ડરમાં જેમાં ૧૦૦ જેટલા લોકોને નોકરીએ રાખવાના છે તેમના માટે જે કંપનીઓએ ટેન્ડર ભર્યા તેમણે તેમની ફી રાખી માણસ દીઠ ફક્ત ૧ રૂપિયો એટલે ૧૦૦ માણસોના મહિને રૂા.૧૦૦. આના પરથી સાબિત થઈ શકે કે, જે પગાર મહાપાલિકા આપવાનું છે તેમાંથી કમિશન કંપની લેશે એટલે બેરોજગારોનું સીધુ શોષણ જેને મહાનગરપાલિકાની છત્રછાયા મળી રહી છે !

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/