fbpx
સૌરાષ્ટ - કચ્છ

માલિયાસણ નવા ટોલનાકાથી પ્રજાને ભારે નુકશાન ભોગવવું પડશે

માલિયાસણ પાસે ખેતીની જમીનમાં ટોલનાકું બનાવવાના આયોજનમાં કરાયેલા જમીન સંપાદનના એવોર્ડમાં વિસંગતતા કરાઇ છે. આ સાથે બિનખેતી કરવા પર જમીનને બજાર ભાવ પ્રમાણે વળતર અપાયું છે, જ્યારે સંપાદન થયેલી ખેતીની જમીનનું વળતર બજાર ભાવથી ૧૦ ટકાથી પણ ઓછું અપાયું છે. ખેડૂતોને અપાયેલા વળતર અને લાભમાં તફાવત રખાયો છે.

સંપાદન અર્થે જાન્યુઆરીમાં ખેડૂત ખાતેદારને જાણ કર્યા વિના તંત્ર દ્વારા ખેતરમાં ઊભા મોલમાં હિટાચી,જેસીબી ફેરવી દેતા પાકમાં નુકસાન થયું છે. માલિયાસણ ગામ પાસે ટોલનાકું બનતા શહેરના અલગ અલગ ઉદ્યોગ ઝોનથી જીઆઇડીસી સુધી માલની અવરજવર પર ટોલનો માર પડશે. નવા એરપોર્ટની પહેલા ટોલનાકું બનતા એરપોર્ટ જતા આવતા ટ્રાફિકની સમસ્યા ઉદભવશે તથા ટોલ પણ ભરવો પડશે. શહેરના માર્કેટ યાર્ડમાંથી ખરીદી થયેલી મોટા ભાગની ખેત પેદાશો અને અન્ય વસ્તુઓને સંગ્રહ કરવાના ગોડાઉન ટોલનાકાની બીજી બાજુ હોવાથી અવરજવરમાં ટોલ ભરવો પડશે, જેનાથી વસ્તુના ભાવમાં પણ વધારો થશે.

જેને લઇ માલિયાસણ ગામના ખેડૂતો, ટ્રાન્સપોર્ટર્સે ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉપરાંત સરકારમાં રજૂઆત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સને પણ જાણ કરવામાં આવી છે.રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર બામણબોર સેક્શનને ૬ માર્ગીય કરવામાં માલિયાસણ પાસે બનતા ટોલનાકા માટે ખેડૂતોની જમીનને સંપાદનના એવોર્ડમાં વિસંગતતા કરી ખેડૂતો સાથે અન્યાય થયો હોવાથી ખેડૂતોએ સૂત્રોચાર કરી વિરોધ પ્રદશન કર્યું હતું. ટોલનાકાથી સામાન્ય પ્રજા, ટ્રાન્સપોર્ટર્સને તોતિંગ ટોલ આપવો પડશે, જેથી ટ્રાન્સપોર્ટર્સ વિરોધમાં જાેડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/