fbpx
સૌરાષ્ટ - કચ્છ

જસદણ-બોટાદ રેલ્વે લાઈનનો સર્વે થયો પણ કામગીરી વર્ષોથી નથી થઈ

ભૂતકાળમાં જસદણ-બોટાદ વચ્ચે મીટરગેજ લાઈન ચાલુ હતી. આ રેલવે લાઈન ઘણા લાંબા સમયથી બંધ પડી છે. ત્યારબાદ સમયાંતરે માંગણીઓ ઉઠતા ઘણા વર્ષો પહેલા રેલવે બ્રોડગેજ લાઈનની સેવાને ફરી શરૂ કરવા સર્વે કરાયો હતો. પરંતુ વર્ષોથી આ ફાઈલ અભેરાઈએ ચડાવી દેવાઈ છે. ટ્રેન વ્યવહાર બંધ હોવાથી જસદણ રેલવે સ્ટેશન પણ હવે પડવાના આરે છે.

બન્ને શહેર વચ્ચે વર્ષોથી સીધો વ્યાપારિક સબંધ છે. જેમાં હીરા ઉદ્યોગ, જીનીંગ ફેક્ટરી, ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, પટારા, હેન્ડીક્રાફ્ટ, માટીકામ, ટેરાકોટા, ખાંભડાના માવાના પેંડા વગેરેના વેપાર-ધંધા માટે બન્ને શહેરના વેપારીઓને આ ટ્રેન સુવિધા ખૂબ જ ઉપયોગી બની શકે છે. જસદણના વેપારીઓને ધંધા માટે રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ, વડોદરા જવું પડે છે. ત્યારે જસદણ-બોટાદ રેલવે સેવાને બ્રોડગેજથી જાેડી તેને અમદાવાદ, ભાવનગર, સુરત, મુંબઈ સુધી જાેડવામાં આવે તો રેલવેને પણ આવકમાં ઘણો જ વધારો થઈ શકે તેમ છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાયેલા બાવળીયાએ ભૂતકાળમાં બ્રોડગેજ લાઈન માટે માંગણી કરી હતી, હવે તો પોતે જ સત્તાપક્ષમાં બેઠા છે. કોંગ્રેસને છોડી ભાજપમાં જાેડાયેલા જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ ભૂતકાળમાં બ્રોડગેજ લાઈન માટે માંગણીઓ કરી હતી.

હાલ તેઓ ભાજપમાં જ છે અને રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી પદે પણ બેસી ચુક્યા છે, ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં તેમની જ સરકાર હોય જસદણ અને બોટાદની પ્રજાના રેલવેના વર્ષો જૂના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવું બન્ને તાલુકાના લોકો ઈચ્છી રહ્યા છે.જસદણ-બોટાદ વચ્ચે વર્ષોથી ટ્રેન વ્યવહાર બંધ છે. અંદાજે આંઠેક વર્ષ પહેલા જસદણ-બોટાદ બ્રોડગેજ રેલવે લાઈનનો સર્વે કરાયો હતો. પરંતુ રાજકીય નેતાઓની ઈચ્છાના અભાવે સર્વે કરાયેલી ફાઈલને ધૂળ ખવરાવવા અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/