fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં આવાસ યોજનાથી મનપા પર ૧૨૦ કરોડનો બોજાે

રાજકોટ મનપાની આવાસ શાખાની ટેક્નિકલ ટીમે શહેરમાં એમઆઈજી સ્કીમ હેઠળ ૩ બીએચકે ફ્લેટ બનાવવા માટે યોજના મૂકી હતી. ૨૪ લાખ રૂપિયામાં પોશ વિસ્તારમાં આ ફ્લેટ ધડાધડ વેચાઈ જશે તેવો વાયદો અને રૂડા સપના બતાવ્યા અને એકસાથે ૧૨૬૮ ફ્લેટ અને તે પણ અલગ અલગ ૫ સાઈટ પર કામ ચાલુ કર્યા હતા પણ, ફ્લેટની ડિઝાઈન એટલી ખરાબ હતી કે તેના કોઇ લેવાલ ન મળ્યા. માત્ર ૬૦ ચો.મીટર જગ્યામાં ૩ રૂમ હોલ અને રસોડું બેસાડી દેવાયું જે જાેતા જ ભંડકિયા જેવા લાગે છે. આ કારણે પોશ વિસ્તાર હોવા છતાં કોઇ આગળ ન આવ્યું. આવાસની ટેક્નિકલ ટીમે પાઠ ભણાવ્યા હતા કે પાયા ખોદાશે એટલે તુરંત જ ફ્લેટ લેવા પડાપડી થશે અને ફાળવણી કરી પ્રજાના જ પૈસે ફ્લેટ બની જશે અને ઉપરાંત ૧૦૦ કરોડથી વધુનો નફો થશે. આવું કશું જ થયું નહીં અને માત્ર ૨૯ કરોડની આવક થઈ તેની સામે ૧૬૬ કરોડ રૂપિયા ખર્ચ થયો છે. ૧૨૦ કરોડ રૂપિયાની ખાધ પડી અને આ ખર્ચ માટે મનપાને કોઇએ ગ્રાન્ટ આપી નથી અને પોતે જ ભોગવવાના છે તેથી કોઇ રસ્તો ન મળતા આખરે લોન લેવાનો વારો આવ્યો છે. નિષ્ફળ ૩ બીએચકે યોજના ઉપરાંત અન્ય સ્કીમમાં પણ મનપાને ખર્ચ કરવાના હતા જેમાં સરકારની ગ્રાન્ટ મળવાની હતી પણ હપ્તાની વસૂલાત બાકી તેમજ ૩ બીએચકેના ચૂકવણી સહિતના કારણોથી અત્યારે મનપા પર માત્ર આવાસનો જ ખર્ચ ૩૦૦ કરોડ રૂપિયા થઈ ગયો છે.

મનપાએ છેલ્લે ૨૦૦૧માં સરકાર પાસેથી લાંબી મુદ્દતની અને પ્રથમ પાંચ વર્ષના ચૂકવણા વગરની ૧૧.૭૩ કરોડની લોન લીધી હતી જેના હપ્તા હજુ પણ ભરાય છે. લોન પૂરી થવાની જ હતી ત્યાં વળી બીજી લોન ચાલુ કરાશે. આમ માત્રને માત્ર કેટલાક ભ્રષ્ટ ઇજનેરોના મલિન ઈરાદાથી શરૂ કરેલી કોન્ટ્રાક્ટર અને મળતિયાઓને ખટાવવાની આવાસ યોજનાને કારણે પ્રજાના ટેક્સના પૈસે મનપા વ્યાજ ભરતી થશે. રાજકોટ મહાનગરપાલિકાએ ગત વર્ષે ૧૧૮ કરોડ અને ચાલુ વર્ષે ૧૭૦ કરોડ રૂપિયાની આવક માત્ર પ્લોટ વેચાણથી બતાવી હતી. આ માટે ૩થી ૪ પ્લોટ હરાજીમાં વેચાઈ પણ ગયા. જાે કે હજુ સુધી કોઇના પૂરા રૂપિયા આવ્યા જ નથી માત્ર ૪૦ કરોડની રકમ આવી છે તેથી આવકનો તે અંદાજ ખોટો રહ્યો હતો. બીજી તરફ વેરા વસૂલાત શાખાને ૩૫૦ કરોડનો લક્ષ્યાંક અપાયો હતો પણ હજુ સુધી ૨૫૦ કરોડની પણ આવક નથી થઈ તેથી ત્યાં પણ ૧૦૦ કરોડનો અંદાજ ખોટો નીકળ્યો. જ્યારે એ આવક કે જે નિશ્ચિત જ હતી તે એફએસઆઈની આવક હતી. બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવા માટે તેમજ પેઈડ એફએસઆઈ માટે ૧૭૫ કરોડ રૂપિયાની આવકનો અંદાજ બાંધવામાં આવ્યો હતો અને તેટલી આવક થઈ શકે તેમ હતી પણ તેવામાં ફાયર સેફ્ટી, બે સિડીના નિયમ વગેરેને કારણે નવા પ્લાન આવતા બંધ થયા અને માત્ર ૬૫ કરોડની જ આવક થઈ છે. આ રીતે આવકના સ્ત્રોતમાં ખુબ જ મોટા ગાબડાં પડ્યા તેવામાં આવાસ યોજનાને કરોડો રૂપિયા આપવામાં આવતા હતા તેથી મનપા આર્થિક રીતે પાયમાલની સ્થિતિમાં આવી ગયું છે.રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને હવે ઉછીના નાણાં લેવા પડે તેવી નોબત આવી પડી છે. આ માટે મનપાએ ૨૦૦ કરોડ રૂપિયાની ૫ વર્ષની મુદ્દતની શોર્ટ ટર્મ લોન લેવા માટે પ્રિ-બીડ બેઠક રાખી બેંકોને આમંત્રિત કરી છે. જે બેંક ઓછા વ્યાજે લોન આપશે તેની પાસેથી મનપા લોન લેશે પણ જાે ઓછામાં ઓછા ૬.૫ ટકા ગણવામાં આવે તો પણ મનપાને પાંચ વર્ષે ૨૫ કરોડ રૂપિયા જેટલું માતબર વ્યાજ ચૂકવવું પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/