fbpx
સૌરાષ્ટ - કચ્છ

બંદુક સાથે વિડીયો બનાવવો પોરબંદરની યુવતીને ભારે પડ્યો

સોશિયલ મીડિયામાં એક પાંચ સેકન્ડનો અને એક આઠ સેકન્ડનો એમ બે વીડિયો વાઈરલ થયા હતા, જેમાં એક વીડિયોમાં યુવતી પોતાના હાથમાં રિવોલ્વર સાથે કાર પાસેથી આવતી જાેવા મળી રહી છે, જ્યારે અન્ય એક વીડિયો પર રિવોલ્વર સાથે જ બનાવવામાં આવ્યો હતો આ વીડિયોમાં યુવતી પાસે રિવોલ્વર સાચી છે કે કેમ એ દિશામાં જિલ્લા પોલીસવડાની સૂચના મુજબ ઉદ્યોગનગરના પીએસઆઇ એસ.એ. સોલંકી સહિતના પોલીસે તપાસ શરૂ કરતાં બાતમી મળેલી કે રિવોલ્વર સાથે વાઇરલ વીડિયોમાં સીતારામનગરમાં રહેતી અંજલિ ખેતાભાઈ ચાવડા નામની યુવતી છે.

પોલીસે આ યુવતીને પોલીસ મથકે બોલાવી પૂરછપરછ કરતાં નવ માસ પહેલાં આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા વીડિયો પોસ્ટ કર્યો હતો તેમજ રિવોલ્વર તેમના સંબંધી પ્રફુલ મકવાણાએ આપી હોવાની કબૂલાત આપી હતી. આ રિવોલ્વર એક્સ આર્મીમેન પ્રફુલ મકવાણાની હતી અને લાઇસન્સવાળી હતી, જેથી પોલીસે યુવતી તેમજ પ્રફુલ વિરુદ્ધ ગુનો દાખલ કરી ૨ મોબાઈલ અને રિવોલ્વર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોરબંદરના નેશનલ હાઇવે રોડ પર એક યુવતી કારમાંથી ઊતરી પિસ્તોલ હાથમાં લઈને એક્શન કરી ગીતો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

વાઈરલ વીડિયોમાં દેખાતી યુવતીના રિવોલ્વર સાથે કુલ બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા, જેમાં પોલીસે બાતમીના આધારે સીતારામનગરમાં રહેતી યુવતી સામે કાર્યવાહી કરી હતી. એમાં યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા પોસ્ટ કર્યો હોવાનું અને રિવોલ્વર તેના સંબંધીએ આપી હોવાની કબૂલાત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/