fbpx
સૌરાષ્ટ - કચ્છ

તાલાલા ગીર પંથકના જંગલની બોર્ડર પરના ૨૩ ગામોનું મંજૂર થયેલા ગામતળની ત્વરીત ફાળવણી કરવા માગ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના જંગલની બોર્ડર ઉપર આવેલ ૨૩ ગામો તથા ગીરના જંગલમાં આવેલ સેટલમેન્ટના ગામોના વિકાસ માટે શેખડા સમિતિએ કરેલ ભલામણ પ્રમાણે તમામ ગામોને વનવિભાગની જમીનમાંથી વધારાનું ગામતળ ફાળવી ગ્રામીણ પ્રજાની મુશ્કેલીનું કાયમી સુખરૂપ નિવારણ લાવવા તાલાલા પંથકના કિસાન અગ્રણી જીકુભાઈ સુવાગીયાએ વનમંત્રીને પત્ર લખી માંગણી કરી છે. તાલાલા પંથકના ૨૩ ગામો ગીરના જંગલમાં આવેલ સેટલમેન્ટના ગામો વતી રાજ્યના વનમંત્રી કિરીટસિંહ રાણાને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, તાલાલા પંથકના જંગલની બોર્ડર ઉપર આવેલ તથા સેટલમેન્ટના ગામોમાં વસવાટ કરતા પરિવારોની સંખ્યામાં વધારો થતાં જે તે ગામોએ વધતી જતી વસ્તી ધ્યાને લઇ ગામની નજીક આવેલ જંગલની પી.એફ.ની જમીનમાંથી ગામની જરૂરિયાત મુજબનું વધારાનું ગામતળ ફાળવવા માંગણી કરવામાં આવેલ છે.

આ માંગણી અંતર્ગત રાજ્ય સરકારે તાલાલા પંથકના જંગલની બોર્ડર ઉપરના ગામોની સમસ્યાની વિગતો મેળવી તેના નિવારણ માટે શેખડા સમિતિની રચના કરી હતી. આ શેખડા સમિતિની ભલામણ મુજબ રાજ્ય સરકારે તાલાલા પંથકના ૨૩ ગામો તથા ગીરના જંગલમાં આવેલ સેટલમેન્ટના ગામોની વસ્તી ધ્યાને લઇ જંગલની પી.એફ.જમીનમાંથી વધારાના ગામતળની ફાળવણી કરી હતી. પરંતુ શેખડા સમિતિની ભલામણ પ્રમાણે મંજુર થયેલ વધારાનું ગામતળ ત્રણ દાયકા પછી પણ તાલાલા પંથકના આ ગામોને મળેલ ન હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. શેખડા સમિતિની ભલામણ પ્રમાણેનું જે તે ગામનું મંજુર થયેલ ગામતળની ફાળવણીની પ્રક્રિયા વનવિભાગના કારણે અટકી છે. જેથી તાલાલા પંથકના ગામોનું મંજુર થયેલ વધારાનું ગામતળ વહેલાસર પ્રાપ્ત થાય માટે પરિણામલક્ષી યોગ્ય કાર્યવાહી કરી તાલાલા પંથકને યોગ્ય ન્યાય આપવા અંતમાં માંગણી કરી છે. આ મામલે અનેકવાર રજુઆતો કરવામાં આવી હોય વ્હેલીતકે સુખદ નિરાકરણ લાવી બોર્ડરના ગામોમાં રહેતી ગ્રામીણ પ્રજાને રાહત આપવા લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/