fbpx
સૌરાષ્ટ - કચ્છ

સાયલા તાલુકાના આયા-સોરીંભડા પાસેથી રાજકોટ ક્રાઇમ બાન્ચની ટીમે ગેરકાયદે પોતાના જિલ્લાની હદ છોડીને દરોડો કરી ઝડપેલું કન્ટેનર રાજકોટ લઇ જતા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આબાદ ઝડપી લેતા

સાયલા તાલુકાના આયા-સોરીંભડા પાસેથી રાજકોટ ક્રાઇમ બાન્ચની ટીમે ગેરકાયદે પોતાના જિલ્લાની હદ છોડીને દરોડો કરી ઝડપેલું કન્ટેનર રાજકોટ લઇ જતા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આબાદ ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂ ભરેલું કન્ટેનર સાથે રાજકોટ ક્રાઇમ બાન્ચની ટીમના મહિલા PSI સહીત પાંચ લોકોને સાયલા પોલીસ સ્ટેશન લવાતા વિજિલન્સના ડી.વાય.એસ.પી દ્વારા આરોપી ટ્રકચાલક તથા ક્રાઇમ બાન્ચની ટીમની પૂછપરછ હાથ ધરી સાંજે ફરિયાદ દાખલ કરાઈ હતી. તાજેતરમાં મોટા જમીન કૌભાંડો તેમજ આર્થીક લેતીદેતીના વિવાદોમાં રાજકોટ ક્રાઇમ બાન્ય ટીમની છબી ખરડાઇ હોવાનું જગજાહેર થવા પામ્યું છે.

ત્યારે બાન્ચની ટીમ દ્વારા ગેરકાયદે રીતે ઉપરી અધિકારીઓને જાણ કર્યા વગર કામગીરી દેખાડવા માટે રાજકોટ છોડીને સાયલા પંથકના આયા વિસ્તારમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડી પોતાની હદમાં લઈ જતા હોવાના કારસ્તાનની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતા તેનો પીછો કરી રાજકોટ હાઇવે પરથી દારૂ સાથે ઝડપી લીધી હતી. રાજકોટ ક્રાઇમ બાન્ચની ટીમના પરાક્રમની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા સેલના ડી.વાય.એસ.પી કે.ટી. કામરીયા સહિતનો કાફ્લો સાયલા દોડી આવ્યો હતો.વિજિલન્સની ટીમની કાર્યવાહી બાદ ગેરકાયદે દારૂની રેડ કરનાર ક્રાઈમ બાન્ચના મહિલા પી.એસ. આઇ ભાવના કડછા તથા સ્ટાફ્ના દેવા ધરજીયા, ક્રીપાલસિંહ, ઉપેન્દ્રસિંહ સહિત પાંચને પોલીસ સ્ટેશનમાં બેસાડી વારાફરતી સઘન પૂછપરછ હાથ ધરાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમના ડી.વાય.એસ.પી ડી.બી.બસીયા, લીંબડી ડી.વાય.એસ.પી સી.પી.મુંધવા સાયલા દોડી આવ્યા હતા.

સેલની ટીમ દ્વારા બાન્ચની ટીમના મોબાઇલ, કારની ચાવી લઇ સવારથી ચાલુ કરાયેલ પૂછપરછની કામગીરી બાદ સાંજના સમયે ચાર પોલીસ કર્મીઓ તેમજ દારુ ભરેલ કન્ટેનર સાથે ઝડપાયેલા ટ્રક ચાલક વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ દાખલ કરવાની કામગીરી હાથ ધરાતા ફરી એક વખત રાજકોટ ક્રાઇમ બાન્ચની ટીમની કામગીરી સામે પ્રશ્નાર્થો સર્જાયા છે. કામગીરી દેખાડવા મોટા ઉપાડે રાજકોટ છોડી સાયલા પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખુદ તેમના જ વિભાગની ઝપટે ચડતા ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોરીભડા-આયા વિસ્તારમાંથી પકડેલ કન્ટેનરને સાયલા લાવીને દારૂ બહાર કાઢતા ૩૯૪ પેટી જ માલ નિકળતા આશ્ચર્ય સર્જાયું હતું.કન્ટેનરમાં બીજો માલ હતો તો તે કયાં કટીંગ કરી ઉતાર્યો હશે? કન્ટેનર કયાંથી આવ્યું હતું તેમજ આ માલ કોને પહોંચાડવાનો હતો? રાજકોટ ક્રાઇમની ટીમ આ દારૂનો જથ્થો પકડીને લઇ જઇ રહી હતી કે બુટલેગરોને પેટ્રોલીંગ આપી રહી હતી ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/