fbpx
સૌરાષ્ટ - કચ્છ

 ઉડતા ગુજરાત…..ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની ટીમે કંડલા પોર્ટ પર થી 250 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું

રાજ્યમાં ફરી ગૃહ વિભાગને મોટી સફળતા ડ્રગ્સનો પર્દાફાસ કરવામાં મળી છે. કંડલા પોર્ટ પર ફરી હજારો કરોડનું ડ્રગ્ઝ ઝડપાયું છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની ટીમે કંડલા પોર્ટ પર થી 250 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું 

રાજ્યમાં કંડલા પોર્ટ પરથી આ ડ્રગ્ઝ ઝડપી પાડવામાં આવ્યુ છે અને મોટું ઓપરેશન ગુજરાત એટીએસ સહિતની ટીમે કંડલા પોર્ટ પર થી 250 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાર પાડ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1250 કરોડ જેટલી અંદાજિત કિંમત થાય છે. અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ વખતે પડેલું હેરોઇન પણ પાવડર ની આડ માં લાવવામાં આવવાનું હતું.
 ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ ને આ અંગેની માહિતી મળતા ડીઆરઆઈએ કાર્યવાહી કરી કન્ટેનર ની અંદર એક સાથે હજારો કિલો ડ્રગ્સ કંડલા પોર્ટથી ઝડપી પાડ્યું છે.  એક પછી એક મામલાઓ  પકડાવાને લઈને સફળતા ડ્રગ્સ પકવાની મળી રહી છે. 
મુન્દ્રા પોર્ટમાં આ પહેલા ડ્રગ્સ પકડાયું હતું સામે પોલીસ અને ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ડ્રગ્સ મામલે વધુ એક સફળતા ગુજરાત ગૃહ વિભાગને મળી છે આ કન્ટેનર ની અંદર જે હેરોઈન મળ્યું છે તેમાં એક એક કન્ટેનર ની કિંમત પાંચ કરોડ રૂપિયા છે. ઘણા મહિનાથી આ કન્ટેન્ટર અહીં પડી રહ્યા હતા. જે પણ ખાલી કન્ટેનર છે તેને હવે આ રીતે ચેક કરવામાં આવશે અને પર્દાફાશ કરવામાં આવશે.
આ પડી રહેલા જૂના કન્ટેન્ટરને કસ્ટમ ક્લિયરન્સ મળ્યું ન હતું. એટીએસને માહિતી મળી હતી કે કસ્ટમ ક્લિયરન્સ વગરના ટ્રક છે તેનો પર્દાફાશ કરવામાં આવે ત્યારે સંયુક્ત જવાબદારી લઈ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને આ ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તબક્કાવાર એક પછી એક શંકાસ્પદ કન્ટેનર ખોલવામાં આવશે કેમકે આ પ્રકારે હેરોઇન મળી આવે છે. આ કન્ટેનર અફઘાનિસ્તાનથી ઈરાન થઈ ગુજરાતની અંદર લાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/