fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબી, વાંકાનેર અને ટંકારામાં દેશી દારૂ વેંચતા ઈસમો ઝડપાયા, 1 મહિલા સહિત 5ની ધરપકડ

મોરબી, વાંકાનેર અને ટંકારામાં દેશી દારૂ વેંચતા ઈસમો ઝડપાયા, 1 મહિલા સહિત 5ની ધરપકડ

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી, વાંકાનેર અને ટંકારામાંથી 1 મહિલા સહિત 5 ઈસમો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં ટંકારામાં મહિલા આરોપી ગીતાબેન બટુકભાઈ વાઘેલા અમરાપર રોડ પર પોતાના કબ્જામા એક પ્લા.ની થેલીમા  દેશી દારુ ભરેલ નાની કોથળીઓ નંગ-૨૫ દેશી દારૂ લીટર આશરે ૦૫ જેની કી.રૂ.૧૦૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. બીજા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી રોહીત ખીમાભાઇ સોલંકી ઢુવા ગામની સીમ ભવાની કાંટા પાસે દેશી પીવાનો દારુ ની રપ૦ મી.લી.ની કોથળીઓ નંગ.૬૦દેશી દારુલીટર-૧૫કીમત-.રૂા.૩૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો

ત્રીજા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી હરજી ભનુભાઇ માથાસુરીયા ઢુવા ગામની સીમ વીનમેકસ સીરામીક પાસે પતરાની ઓરડી સામે લાકડાના ઢગલામાં પોતાના કબજા ભોગવટા વાળી જગ્યામાં કેફી પ્રવાહી દેશી પીવાનો દારૂ ભરેલકોથળી નંગ-૧૧૦

લીટર-૨૨કિ.રૂ.૪૪૦/ નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવ્યો હતો

ચોથા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી રમેશ લધુભાઈ વાજેલીયા રાતીદેવળી ગામની સીમ મચ્છુ નદીના પુલની નિચે દેશી દારૂ લીટર-૧૫ કી.રૂ.૩૦૦/- તથા આથો લીટર-૩૦ કી.રૂ-૬૦/- કુલ મુદ્દામાલ કી.રૂ.-૩૬૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો. પાંચમા કિસ્સામાં મોરબીમાં આરોપી શામજી છનાભાઈ ચૌહાણ  બેલા ગામની સીમમાં  મામાદેવના મંદીર પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૩૫ દેશીદારૂ લી-૦૭ કિ.રૂ.૧૪૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

આ 5 કિસ્સામાં પોલીસે પ્રોહી કલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/