fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઓર્ગન દાતા ભાવેશ ગઢવી બાલિયા ભલે સદેહ આપણી વચ્ચે દૈહિક રૂપે નથી પણ જીવન પર્યન્ત જીવંત રહેશે

રાજકોટ જીવન પર્યન્ત જીવંત રહેશે ગઢવી યુવાન  ભાવેશભાઈ બાલિયા (ગઢવી), ઉમર વર્ષ ૪૨, વ્યવસાય ધંધાર્થી નું તારીખ ૧૯-૦૫-૨૦૨૨ ના રોજ સમય રાત્રે આશરે ૧૨:૧૫AM ની આસપાસ કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે બાઈક પરથી સ્લીપ થવાથી માથા પર ઇજા થતાં પ્રાથમિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ હતા. ત્યાં પ્રાથમિક સારવાર લઇ દર્દીના સગા દર્દી ભાવેશભાઈ ને ક્રાઇસ્ટ હોસ્પિટલ, માધાપર-રાજકોટ ખાતે વધુ સારવાર અર્થે રાત્રિના ૨:૩૦AM વાગ્યાની આસપાસ આવેલ હતા. સારવાર આપી  દર્દીનો સીટીસ્કેન કરાવી દર્દીને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખી આગળની સારવાર શરૂ કરેલ હતી. તેમજ તેમને સારવાર દરમિયાન તારીખ ૨૧-૦૫-૨૦૨૨ ના રોજ ડો. શ્રેનુજ મારવાણીયા તથા ડો. હાર્દ વસાવડા એ બ્રેઈનડેડ જાહેર કરેલ હતા. તેમજ દર્દીના સગાને સમજાવી અંગદાન વિશે જાગૃત કરેલ હતા. ડો. શ્રેનુજ મારવનીયા ના સમજાવવાથી દર્દીના સગા અંગોનું દાન કરવા તૈયાર થયેલ હતા. એમના ભાઈઓ રાજેશભાઈ, રુદ્ર ભાઈ, નિકુંજભાઈ, માતૃશ્રી રમાબેન, ભાભીઓ ભારતીબેન અને છાયાબેન, એમના કઝિન બ્રધર હેમલભાઈ, કુલદીપભાઈ, હેમાંગભાઈ તથા તેમના મિત્રો ગૌરવ મહેતા, ઈર્શાદભાઇ, એ સાથે મળીને અંગદાન કરવાનું નક્કી કર્યું.

આવી રીતે પ્રાથમિક અંગદાન માટે તૈયાર થયા એટલે તરત જ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ ને જાણ કરતાં આ સંસ્થાના ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, શ્રીમતી ભાવનાબેન મંડલી, શ્રી હર્ષિતભાઈ કાવર, શ્રી મિત્તલભાઈ ખેતાણી, શ્રી નીતિનભાઈ ઘાટલીયા, AIIMS ના ડો મોદી સાહેબ તથા તેમની સમગ્ર ટીમે SOTTO સાથે સંકલન કરી શરૂઆતથી અંત સુધી સતત કાર્ય કરી અંગદાન નું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું. આ વખતે હાર્ટ, લીવર, બન્ને કિડની અને ચક્ષુદાન કરવાનું નક્કી થયું. ઓપરેશન દરમિયાન માલુમ પડ્યું કે એમનું હાર્ટ ડોનેટ થઈ શકે એવી સ્થિતિમાં નથી. આથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શક્યું. બાકીના બધા અંગો નું દાન થઈ શક્યું.Christ હોસ્પિટલના ડાયરેક્ટર ફાધર થોમસ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફાધર અનીશ, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. દુધાગરા, નોડલ ઓફિસર ડો. શાહિદ ખત્રી તથા સમગ્ર ICCU ટીમ તથા મેનેજમેન્ટ ટીમ નો સતત સહયોગ રહ્યો હતો.બ્રેઈનડેડ ડિકલેર કરવામાં ડો. હાર્દ વસાવડા, ડો. કલ્પેશ સનારિયા, ડો. તેજસ ચૌધરી, ડો. શ્રેનુંજ મારવાણીયા નો સહયોગ રહ્યો છે.ગ્રીન કોરિડોર કરવા માટે રાજકોટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સાહેબ, ટ્રાફિક એ.સી.પી. મલ્હોત્રા સાહેબ, સ્પેશિયલ બ્રાંચના પી.આઇ. વી. આર. પટેલ તથા તેમની સમગ્ર ટીમનો ત્વરિત ગતિએ રિસ્પોન્સ આપ્યો અને ખૂબ જ ટૂંકા ગાળામાં ગ્રીન કોરિડોર બનાવી ઓર્ગન ને ટ્રાન્સફર કરવામાં મદદ કરી. સીઆઇએસએફ ની ટીમ તથા એરપોર્ટ ઓથોરિટીના સંકલન કર્તા રાહુલ ફેફર નો સહયોગ રહ્યો છે.આવી રીતે અનેક લોકોના સહયોગથી તથા ભાવેશભાઈ બલિયા (ગઢવી) ના પવિત્ર આત્માની ઇચ્છાથી તથા તેમના સગાસંબંધીઓ ની મંજૂરીથી એક વ્યક્તિના અંગદાન થી 3 વ્યક્તિને નવી જિંદગી અને બે વ્યક્તિને દ્રષ્ટિ મળેલ છે. આ માટે સમગ્ર  બલિયા (ગઢવી) પરિવાર ને કોટી કોટી વંદન.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/