fbpx
સૌરાષ્ટ - કચ્છ

નખત્રાણામાં ક્રેડિટ કાર્ડ અપડેટના બહાને ખાતામાંથી ૫૦ હજાર ઉપડ્યા

આજ કાલ લોકો ઓનલાઈન છેતરપિંડી આચરી આશાનીથી પૈસા કમાય છે લોકોના ખાતામાંથી પૈસા ઉઠાવી લે છે. ત્યારે ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાના બહાને નખત્રાણાના છારી ફુલાયના અરજદારના ખાતામાંથી ૫૦ હજાર ઉપાડી લેવાયા હતા, જેની જાણ ભુજ સાયબર સેલને થતા તાત્કાલિક કાર્યવાહી કરીને ૧૦૦ ટકા રકમ પરત અપાવવામાં આવી છે. અરજદાર સદામ હુસેન એમ. મુતવા (રહે. છારી ફુલાય તા.નખત્રાણા)ને તેમના મોબાઇલ નંબર પર ૫ જુલાઈના ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેરમાથી ફોન આવ્યો હતો. તમારા ક્રેડિટ કાર્ડમાં મહિનાના રૂ.૨૦૦૦ ચાર્જ કપાય છે

તે ચાર્જ ન ભરવો પડે એના માટે તમારે એક અપડેટ કરવું પડશે અને પછી ટ્રીમવ્યૂઅર એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી અને થોડીવારમા જ અરજદારના સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.૫૦,૫૦૩ ઉપાડી અનઓથોરાઇઝ ટ્રાન્ઝેકશન કર્યું હતું. જે બનાવમાં ભોગ બનનારે તાત્કાલીક સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનો સંપર્ક કરતા પીઆઇ હાર્દિકસિંહ ગોહિલના માર્ગદર્શનમાં સાયબર સેલ દ્રારા આ બનાવમાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે અરજદારના કુલ ગયેલ રૂ.૫૦,૫૦૩ અરજદારના એકાઉન્ટમા પરત અપાવ્યા છે.કોઇપણ બેંક/મોબાઇલ કંપનીમાંથી ફોન આવે તો બેંક અકાઉન્ટ તથા ઓટીપીની માહીતી શેર કરવી નહીં,- અજાણ્યા નંબરથી ફોન આવે તો મોબાઇલમા એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/