fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે ગોળીબાર

હાલ દેશ સહિત ગુજરાતમાં લોકોને પોલીસનો જાણે ડર જ રહ્યો નથી તે ક્રાઈમ કરતા ખચકાતા નથી. લોકો પોલીસની સામે થાય છે પોલીસ પર પથ્થર મારો કરે છે તો ક્યાંક ગોળીબાર પર કરે છે તેવી જ ઘટના રાજકોટના પોશ વિસ્તાર અમીન માર્ગ પર ચિત્રકૂટધામ સોસાયટીમાં શેરી નં.૨માં રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ગત મધરાતે ધાડપાડુ ગેંગ ચોરી કરવાના ઇરાદે ઘૂસી હતી. આ ધાડપાડુ ગેંગ પાસે ઘાતક હથિયાર પણ હતાં. જાેકે આ અંગેની જાણ એસઓજી પોલીસને થતાં પોલીસકાફલો દોડી ગયો હતો, આથી ધાડપાડુ ગેંગે પોલીસ પર ધાણીફૂટ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

બાદમાં મામલો ગંભીર બનતાં પોલીસે પણ વળતાં જવાબમાં ફાયરિંગ કર્યું હતું, આથી પોલીસ અને ધાડપાડુ ગેંગના સભ્યોને ગોળી વાગતાં લોહીની છોળો ઊડી હતી. આ ફાયરિંગમાં એસઓજીના પીએસઆઈ ડી.બી. ખેર અને ધાડપાડુ ગેંગના ૨ સભ્યને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે ૪ શખસને પોલીસે ઝડપી લીધા હતા અને ફરાર બેની શોધખોળ હાથ ધરી છે. ધાડપાડુ ગેંગે પોલીસને દબાવી રાખી હતી, આથી વધુ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બાદમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. ધાડપાડુ ગેંગે પોલીસની રિવોલ્વર પણ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધાડપાડુ ગેંગ ચોરી કરવા આવી હોવાની શંકા ગઈ હતી, આથી પોલીસને ધાડપાડુ ગેંગે દબાવી રાખી હતી.

જાેકે બાદમાં પોલીસના ધાડેધાડા ઉતારી વિસ્તાર કોર્ડન કરાયો હતો. ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ઝપાઝપી બાદ ધાડપાડુ ગેંગે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બાદમાં પોલીસે પણ વળતા જવાબમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં પીએસઆઈ ડી.બી. ખેર અને ધાડપાડુ ગેંગના એક સભ્યને કમરમાં ગોળી વાગી અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે ૪ ધાડપાડુને પોલીસ દબોચી લીધા હતા. ધાડપાડુ ગેંગમાં ૬થી ૭ વ્યક્તિ હતી. આ ગેંગ મધ્યપ્રદેશના જાંબુવાથી આવી હતી. આ અંગે માલવિયાનગર પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે. ૪ આરોપીની ધરપકડ, ૨ આરોપી સારવાર હેઠળ અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

આરોપીઓ પાસે રહેલાં ગેરકાયદે ૩ હથિયાર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યાં છે. ગુનાને અંજામ આપતાં પહેલાં આ ગેંગે સીસીટીવી ઢાંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ગેંગ રાજકોટમાં છેલ્લા એક મહિનાથી રેકી રહી હતી અને ૧૦-૧૫ જગ્યાએ લૂંટ કે ચોરી કરવાની ફિરાકમાં હતા. તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચિત્રકૂટધામ સોસાયટીમાં ધાડપાડુ ગેંગની ટીમ હથિયારોથી સજ્જ થઈને આવી છે એવી બાતમી મળી હતી, જેને લઈને એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તો તરત સ્થળ પર પહોંચી હતી.

ત્યાં જાેતાં ધાડપાડુ ગેંગ રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ઘૂસી હતી એવું જાણવા મળ્યું હતું, જેને પડકારતાં તે લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ ઝપાઝપી થઈ હતી. આથી જવાબી કાર્યવાહીની અંદર પોલીસ દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું એમાં બે ધાડપાડુને ઇજા થયેલી છે, જેની સારવાર હાલ ચાલુ છે અને તેની વિરુદ્ધ હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝપાઝપીમાં પોલીસને સામાન્ય ઇજા થઈ છે. રિદ્ધિ સિદ્ધિ બંગલો છે, તેની અંદર ધાડ પાડવા આવ્યા હતા. તેઓ હથિયારો સાથે આવ્યા હતા. આરોપીઓ પાસેથી ગણેસિયો સહિતનાં હથિયાર જપ્ત કર્યા છે

તેમજ અગ્નિવર્ધક હથિયારો છે એ પણ જપ્ત કરીશું. પથ્થરોની થેલી હતી એ પણ જપ્ત કરી છે. હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને ફરાર આરોપીઓને ઝડપવા નાકાબંધી કરવામાં આવી છે. આશરે ૬ શખસો આવ્યા હતા. અણીદાર પથ્થરના કોથળા ભરી મારા ઘરમાં ઘૂસતા હોય તેવો અવાજ આવતો હતો. અમારી શેરીમાં પોલીસ વોચ ગોઠવીને બેઠી હતી ત્યારે તેની નજર પડી કે આ લોકો લૂંટ કરવા આવ્યા છે.

આથી પોલીસ દોડી આવી હતી અને ચારેય બાજુ પોલીસના જવાનો ગોઠવાય ગયા હતા. બાદમાં બે શખસે એસઓજી પોલીસના એક જવાનનું ગળુ દબાવી રાખ્યું હતું અને તેને છોડતા નહોતો. આથી સ્વ-બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. નહીંતર પોલીસનો જીવ જતો રહેત. હું નીચે ઉતર્યો ત્યારે ૪ શખસને પકડીને રાખ્યા હતા, જ્યારે બે ભાગી ગયા હતા. માહોલ એવો હતો કે અમારી સોસાયટીના લોકો ગભરાય ગયા હતા.

રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી અવારનવાર ફાયરિંગ થયાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે એકવાર ફરી ફાયરિંગ થયાની ઘટના સામે આવતા ક્યાંક પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. કારણ કે થોડા દિવસ અગાઉ જ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પણ ફાયરિંગ થયું હતું. જેમાં એક કારખાનેદારને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે ૬ શખ્સની ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/