fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં મેયરે સંચાલકો મંડળ સાથે બેઠક કરી : શાળા-કોલેજને ધ્વજ વેચવાનો મોટો ટાર્ગેટ આપ્યો

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ શરૂ કરાયો છે,તેમાં શરત એટલી છે જે લોકોએ પોતાના પૈસાથી સરકાર પાસેથી ધ્વજ ખરીદવાનો છે અને આ માટે વિકલ્પ આપવાને બદલે તંત્ર ફરજ પાડી રહ્યું છે. રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે ર્સ્વનિભર શાળા સંચાલક મંડળ સાથે બેઠક કરી હતી અને તેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર એ. આર. સિંઘ અને આશિષકુમાર પણ જાેડાયા હતા

આ તમામે પોત પોતાના પ્રાસંગિક બાદ મેયરે ખાનગી શાળાઓને ૫૦,૦૦૦ ધ્વજ વિતરણ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો અને સાથે જ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૩૦,૦૦૦ ધ્વજ અપાશે તેવું પણ કહ્યું હતું આ રીતે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ૮૦,૦૦૦નો લક્ષ્યાંક તૈયાર કરાયો છે.

શાળા સંચાલકોએ અત્યારે હા કહી છે પણ અંદરખાને તો અસંતોષ જ છે કારણ કે ભાજપના કોઈ પણ કાર્યક્રમ હોય તાયફા હોય તેમાં મેદની એકઠી ન થાય એટલે શાળાઓને ફરમાન જારી કરી વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બસમાં ભરીને કાર્યક્રમ સ્થળોએ લઈ જવાય છે ત્યાં સુધી બધું બરાબર હતું અને હવે તો પ્રાથમિક શાળાથી માંડી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને વકરો પણ કરી દેવાની જવાબદારી ઠોકી બેસાડી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/