રાજકોટમાં તિરંગા એકત્ર અભિયાન ચલાવતું કેફે
હર ઘર તિરંગાનું અભિયાન અંતર્ગત મેં પણ મારી કાર અને ઘર પર તિરંગો લહેરાવ્યો હતો ૩૬૫ દિવસ મારીથી તેની કાળજી ન લઇ શકાય અને આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે મેં સોશિયલ મીડિયામાં એક જાહેરાત જાેઇ હતી એટલે મેં મારી ગાડી, ઓફિસ અને ઘરે તિરંગા રાખ્યા હતા તે બધા લઇને હું કાઠિયાવાડી કસુંબામાં જમા કરાવવા આવ્યો છું. તિરંગા જમા કરાવ્યા બાદ મને ચા પણ પીવડાવી છે. પરંતુ મારું એટલું કહેવું છે કે, ચાનું મહત્વ નથી પણ મહત્વ એ છે કે, તિરંગાનું અપમાન ન થાય તે માટે આ લોકો જે કાર્ય કરે છે એ બહુ સારું કરે છે.આઝાદી ના ૭૫ વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ૧૩થી ૧૫ ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં અવ્યય હતું જેને સારો પ્રતિસાદ મળ્યો અને ૧૫ ઓગસ્ટ બધાએ ધામધૂમથી ઉજવી. પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે.
છેલ્લા ૫ વર્ષથી તેઓ સ્વતંત્રતા અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગો જમા કરાવે તેમને ચા ફ્રીમાં આપવામાં આવે છે. અમે છેલ્લા ૫ વર્ષથી એક અભિયાન ચલાવીએ છીએ. જેમાં ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી બાદ રસ્તા પર પડેલા કે ફાટી ગયેલા તિરંગા પડ્યા હોય તો તે કાઠિયાવાડી કસુંબામાં જમા કરાવે તો અમે એક ચાની ચૂસ્કી ફ્રીમાં પીવડાવીએ છીએ. અને એક મહિના બાદ એકત્રિત થયેલ રાષ્ટ્રધ્વજનું ભારતના બંધારણ મુજબ નિકાલ કરીએ છીએ. પાંચ વર્ષ પહેલા તેઓ શહેરના સાધુ વાસવાણી રોડ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તા પર એક તિરંગો મળી આવ્યો હતો. જે જાેતા તેમને એવું લાગ્યું કે આ આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થઇ રહ્યું છે જે થવું ન જાેઈએ માટે મિત્રો સાથે મળી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે સંકલ્પ કર્યો હતો અને ત્યારથી તેમને આ વિચાર આવ્યો હતો અને આ અભિયાન ચાલુ કરાવ્યું છે.
Recent Comments