fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના લોકમેળો શરૂ થયો છે ત્યારે પ્રથમ દિવસે હજારોની ભીડ ઉમટી

રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ છેલ્લા એક મહિનાથી જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. લોકમેળાનો આજથી રંગારંગ પ્રારંભ થતાંની સાથે જ લોકો ફેસ્ટિવલ મૂડમાં આવી જવા પામ્યા છે. લોકમેળામાં લોકોની સલામતી સુરક્ષા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રુ. ચાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાર જેટલા કંટ્રોલ રૂમ, ૧૦ વોચ ટાવર કાર્યરત કરાયા છે. લોકમેળાના ગ્રાઉન્ડને ૬ સેક્ટરમાં ડિવાઈડ કરાયું છે. દરેક સેક્ટરમાં પીએસઆઈ ઇન્ચાર્જ રહી બંદોબસ્તનું નિરીક્ષણ કરે છે. સીસીટીવી કેમેરાનો નવો પ્રયોગ કરાયો છે, જેમાં કોઈ ગુનેગાર જાેવા મળશે તો તરત પોલીસને સીસીટીવી મારફત ખબર પડશે. ગુમ થયેલાં બાળકોના ફોટા મોટી સ્ક્રીન પર દેખાડવામાં આવશે. ૧૮ જેટલા પ્લોટ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણેય ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ મળી કુલ ૧૫૫૦ જેટલા જવાનો ખડેપગે રહેશે.

લોકમેળામાં આ વખતે મુખ્ય સ્ટેજ ઉપરાંત લોકો પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી પોતાની કલા ઉજાગર કરી શકે એ માટે વધારાનું એક ખાસ સ્ટેજ આ વખતે ઊભું કરવામાં આવ્યું છે. આ સ્ટેજ પરથી લોકો મિમિક્રી, હાસ્ય રસ જેવા કાર્યક્રમોનો રસથાળ દર્શકોને પીરસી શકશે. આ ઉપરાંત મુખ્ય સ્ટેજ પરથી મેળાના પાંચ દિવસ દરમિયાન અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે. સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો મેળાનો લાભ લેવાના હોય, લોકો આનંદ-પ્રમોદથી મેળો માણી શકે અને ટ્રાફિકની મુશ્કેલી સર્જાઈ નહીં એ માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ ૧૭ રસ્તા બંધ કરાયા છે. આ ઉપરાંત મેળામાં આવતા લોકો પાર્કિંગના નામે લૂંટાઈ નહીં એ માટે ૧૮ સ્થળે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તો લોકમેળા નજીકના ચાર રસ્તા વાહનની અવરજવર માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. લોકમેળા દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ફરતે તમામ વાહનોની ૧૦ કિ.મી.થી વધુ ઝડપ રાખી શકાશે નહીં. આ જાહેરનામું લોકમેળો પૂરો થાય ત્યાં સુધી તા.૨૧ સુધી અમલી રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. લોકમેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા, આર્થિક વિકાસ નિગમ તેમજ ઈન્ડેકસ-સી ગાંધીનગરને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. એ સ્ટોલ દ્વારા નાના વર્કરોને તેમજ મહિલાઓને રોજગાર મળી રહે તેમજ તેમના ધંધાને પ્રોત્સાહન મળે એ માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેઓના આજીવિકામાં વધારો થાય એ માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. લોકમેળામાં પાણીપુરવઠા વિભાગ દ્વારા જાહેર જનતા માટે સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર જગ્યાએ જાહેર જનતા માટે શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂર પડ્યે વધારાના શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવશે. લોકમેળા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે એ માટે કોર્પોરેશન દ્વારા ફાયર ફાઈટરની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની સુરક્ષા અને સુવિધા માટે ચાર કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે અને તેના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતના સમયમાં આ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરી શકાશે. આ કન્ટ્રોલ રૂમનો મોબાઈલ નંબર જાહેર જનતાને ઉપયોગ કરવા માટે તમામ ગેટ ઉપર લોકો જાેઈ શકે તે રીતે બેનર મારફત પ્રદર્શિત કરવામાં આવ્યા છે.શ્રાવણિયા સરવડાઓથી સર્જાયેલા ખુશનુમા માહોલમાં જન્માષ્ટમી પર્વે રાજકોટનો જગમશહૂર લોકમેળો બુધવારે શરૂ થયો હતો. રેસકોર્સ મેદાનમાં સાંજે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ ૫૦ હજારથી વધુ રાજકોટિયન્સ ઊમટ્યા હતા અને રાત્રિના ફજર ફાળકા, ટોરાટોરાં, ડ્રેગન સહિતની યાંત્રિક રાઇડ્‌સની મજા માણી હતી. લોકહૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો લોકમેળો લાગલગાટ પાંચ દિવસ સુધી લાખો લોકોને મોજમસ્તીના મહાસાગરમાં ડુબાડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/