ધોરાજીમાં ભક્તિભાવ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
ધોરાજીમાં ભક્તિભાવ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાળ ગોપાલના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ જોવા મળી હતી રાત્રીના બરાબર ૧૨:૦૦ વાગ્યાના ટકોરે જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસને વધાવી લેવામાં આવ્યો હતો અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. જ્યાં ભગવાનના દર્શન માટે ભક્તો અધીરા જોવા મળ્યા હતા.
Recent Comments