રાજકોટમાં યુવાને ચાલુ ટ્રક નીચે પડતું મૂક્તા મોત નીપજ્યું
રાજકોટ શહેરમાં યુવકે સરાજહેર આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચાનક પડતું મૂકી જિંદગી ટૂંકાવી છે. જે દિલધડક ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. માત્ર પાંચ સેકન્ડમાં પોતાની જીંદગીનો ખેલ ખેલનાર યુવકની ઓળખ મેળવવા અને પરિવારની શોધખોળ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યાની માહિતી બી ડીવીઝન પોલીસને મળી હતી.
જેના આધારે પીએસઆઈ ત્રાજીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ ટ્રકના વ્હીલ હેઠળ યુવાને ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સીસીટીવી કુટેજના આધારે બહાર આવ્યું હતું. બનાવને પગલે પોલીસે વધુ તપાસ કરતા યુવાન પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ યુવકનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તેના પરિવારજનોની શોધખોળ કરી તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં વધતા જતા આપઘાતના બનાવો વચ્ચે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક નીચે પડતું મૂકી ૩૦ વર્ષીય પરપ્રાંતીય યુવાને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments