ખંભાળિયામાં ભિક્ષુક-ગરીબ બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું
ખંભાળિયા પંથકમાં દિવાળીના મહાપર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભિક્ષુકો અને ગરીબ બાળકોને મીઠાઈનું વિતરણ કરી દીપોત્સવી પર્વની ઉજવણી રોબિન હૂડ આર્મી દ્વારા કરવામાં આવી હતી. ખંભાળિયાના સ્લમ વિસ્તારોમાં રહેતા ૨૫૦ જેટલા ગરીબોના ઘરમાં પણ સામાન્ય પરીવારોની જેમ જ મીઠાઈ અને ફટાકડા સાથેની ખુશીઓ મનાવામાં આવી હતી. રોબિન હુડ આર્મીના કાર્યકરો દ્વારા કંઈક અલગ પ્રકારની દિવાળીની ઉજવણીમાં આર્થિક સહયોગ આપનાર તથા સેવાકાર્યમાં સહભાગી થયેલ તમામ ભાઈઓ, દાતાઓ અને સમગ્ર ટીમના વીકી રૂઘાણી, ભવ્ય ગોકાણી, અશોક કાનાણી, હસુ ધોળકિયા, જયેશ માખેચા, વિજય ગઢવી, નારણ, ઉમેશ(છોટુ), નિકુલ જાખરીયા અને મનન કારીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Recent Comments