fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં ફટાકડાના કારણે ૬ સ્થળોએ આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

મોરબી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળીની રાત્રે સર્વત્ર ફટાકડાની આતશબાજી થવાથી ફટાકડાના સળગતા તણખા પડવાથી ૬ જેટલા ફાયર કોલ આવ્યા હતા. જ્યાં તુરંત ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો અને નાની-મોટી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગે મોરબીના ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આગ લાગ્યાની કુલ ૬ ફરિયાદો મળી હતી. પણ ફાયર વિભાગ આગજનીના બનાવ અટકેએ માટે સતત કાર્યરત હતો. જેમાં ૪ ફાયર ફાઈટર, ૨૫ સ્ટાફ અને ૨ વોટર ટેન્કર સતત સ્ટેન્ડ બાય મોડમાં હતા. એટલું જ નહીં આગ જેવા બનાવોમાં તુરંત રિસ્પોન્ડ કરવા એક ફાયર વ્હીકલ સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે અને એક વાહન નવા બસ સ્ટેન્ડ પાસે સ્ટેન્ડ બાય મોડમાં હતું. જેને પગલે આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયરફાયટરોનો કાફલો ઘટનાસ્થળે સમયસર પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/