fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ત્રણ શખ્સોએ છરી અને ધોકા પાઇપ વડે દિવાળીના પર્વની રાત્રીએ આતંક મચાવ્યો

રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં ત્રણ શખ્સોએ છરી અને ધોકા પાઇપ વડે દિવાળીના પર્વની રાત્રીએ આતંક મચાવ્યો હતો અને ૭થી ૮ લોકો પર રોફ જમાવી ગાળાગાળી કરી માર મારી ધીંગાણું સર્જ્‌યું હતું. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશ સહિત અલગ અલગ ચાર ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે દિવાળીની રાત્રે લુખ્ખાના આતંકનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં આરોપી ઝઘડો કરી રહ્યા છે. રાજકોટમાં રાત્રીના આતંક મચાવનાર આ ત્રણેય શખ્સોએ મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિશાન સોસાયટી નજીક ફટાકડાના સ્ટોલ ખાતે સ્વિફ્ટ કાર નં.-જીજે-૧૧-સીએચ-૧૩૭૮માં છરી સાથે ધસી આવી ‘કોને પૂછીને અહીં ફટાકડાનો સ્ટોલ રાખેલ છે?’ તેમ કહી સ્ટોલધારક સાથે ગાળાગાળી કરી હતી અને ઝપાઝપી કરી ઢોર માર મારી તેના ફટાકડાના સ્ટોલમાંથી આશરે કિંમત રૂ.૩૦૦૦ના ફટાકડાની લુંટ મચાવી હતી અને નાસી ગયા હતા. આ મુદ્દે વિનોદભાઈ વાઘજીભાઈ કારેણા (ઉ.વ.૩૬)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં.-૩ની વચ્ચે ખોડલ પાનની બાજુમાં રોડ પર મેં તથા મારા ભાણેજ અક્ષયભાઈ પાથર ભાગીદારીમાં ફટાકડા વેચવાનું હંગામી લાઈસન્સ મેળવી કોર્પોરેશનની મંજૂરી મેળવી ૧૦ટ૧૦ નો મંડપ લગાવી ફટાકડાનો સ્ટોલ બનાવેલ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રીના હું ફટાકડાના સ્ટોલ ખાતે વેપાર કરતો હતો ત્યારે આશરે એક સ્વિફ્ટ ડિઝાયર કાર નં.-જીજે-૧૧-સીએચ-૧૩૭૮ આવેલ અને અમાર સ્ટોલની બાજુમા ઊભી રહેલી અને તે કારમાંથી ત્રણ વ્યક્તિઓ કરણભાઈ મેર તથા અર્જુનભાઈ મેર અને દેવશી ઉર્ફે દેવો દાદુકિયા આવેલ કે જેઓને હું છેલ્લાં એકાદ વર્ષથી ઓળખું છું. તેમાંથી અર્જુન મેરના હાથમા એક છરી હતી. જે ત્રણેય મારા સ્ટોલ પર આવેલ અને મને ગાળો બોલવા લાગેલ અને અર્જુને મને કહેલું કે, ‘કોને પૂછીને અહીં ફટાકડાનો સ્ટોલ રાખેલ છે?’ તેમ કહી મારા ફટાકડાના સ્ટોલમાંથી ફટાકડાનું પોટલું બાંધી પોતાની કારમાં નાખી દીધેલું. જેથી મેં તેમને અટકાવતા મારી સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી મને ઢીકાપાટુનો માર મારવા લાગેલા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ સમયે ત્યાંથી મારા મિત્ર પરેશભાઈ રામભાઈ બોરિચા નીકળતા તેઓ મને છોડાવવા આવતા તેમની સાથે પણ ગાળાગાળી તથા ઝપાઝપી કરી હતી. પણ આસપાસના લોકો એકઠા થઈ જતા રૂ.૩૦૦૦ની ફટાકડાની ચોરી કરી તેમની કારમાં નાસી ગયા હતા. બી ડિવિઝન પોલીસે આ ફરિયાદના આધારે આઈ.પી.સી.કલમ ૩૦૭, ૩૨૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/