fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં એન્જીનિયરીંગ એસોસિએશને બજેટમાં કરી એવી માગ કે સામાન્ય લોકોને થશે ફાયદો!

બજેટ ૨૦૨૩ હવે ટુંક સમયમાં રજુ થવા જઈ રહ્યું છે.એવામાં રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશને નાણામંત્રી સિતારમણને પત્ર લખીને કેટલીક માંગો કરી છે.જેથી લોકોને અને કંપનીનેને બંનેને ફાયદો થાય.રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશને ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ ટેક્સમાં રાહત આપવા માંગ કરી છે. રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વાછાણી એ જણાવ્યું હતું કે , દ્વારા નાણામંત્રી સીતારમણને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે.અમે લેખિતમાં નાણામંત્રીને રજુઆત કરી છે.આગામી બજેટમાં અમારી અપેક્ષા પણ ઘણી બધી છે.

ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ ટેક્સમાં રાહત આપવામાં આવે. જાે ડાયરેક્ટ ટેક્સની વાત કરવામાં આવે તો અત્યારે જે સ્લેબ છે તે ઘણા ઉંચા છે.પ્રાઈવેટ કંપની કે પ્રાઈવેટ લિમિટેડ કંપની હોય તેમાં ટેક્સનું ભારણ કંપની એક વખત ૨૫ ટકા ટેક્સ ભરી દે ત્યારે પછી ડિવિડલ સ્વરૂપે શેરહોલ્ડરને ડિવિડલ આપવામાં આવે છે.ત્યારે તેના પર ફરી ઈન્કમ ટેક્સ લાગે છે.જેનો દર પણ ૧૦ કે ૨૦ ટકા હોય છે. એમાં પણ જાે ઈન્ટકમ ૫૦ લાખ કે તેથી વધારે હોય તો અનુક્રમે ૧૦ ટકા કે ૨૦ ટકા કે ૩૭ ટકા જેટલો સરચાર્જ લગાવવામાં આવે છે.આમ જાેવા જઈએ તો કુલ મળીને કંપની જેટલુ કમાતી હોય અને તે શેર હોલ્ડરના હિસ્સામાં જાય ત્યારે ૫૭ ટકા જેટલો ઈન્કમ ટેક્સ લાગી જાય છે.જે દર ખુબ જ લાગે છે.એટલે આ સ્લેબમાં રાહત આપવી ખુબ જ જરૂરી છે.

જાે આ સ્લેબમાં રાહત આપવામાં આવશે તો શેર બજારમાં પણ સારૂ એવુ લોકો ઈન્વેસ્ટ કરી શકશે અને લોકો કમાણી કરી શકશે.આ સાથે જ જાે ઈન્ડાયરેક્ટ ટેક્સ ય્જી્‌ની વાત કરવામાં આવે તો રાજકોટમાં મુખ્યત્વે ઉદ્યોગોમાં ઓટોપાર્ટસ છે.તો ઓટોપાર્ટ્‌સમાં ૨૮ ટકા જીએસટી લાગે છે.જે ખુબ જ વધારે છે.કારણ કે અત્યારે સ્કુટર અને કાર જરૂરી વસ્તુ છે. આ લોકોની જરૂરિયાત છે.જેથી તેને લકઝરી આઈટમમાં ન ગણવી જાેઈએ.તેમાં જીએસટી દર ઓછો કરવો જાેઈએ.તો દરેક લોકોને રાહત મળી શકે.આ સાથે જ અમારી પ્રેટ્રોલિયમને લઈને પણ માંગ છે કે પેટ્રોલ અને ડિઝલમાં પણ જીએસટીમાં સામેલ કરી દેવામાં આવે.અત્યારે તેમાં અલગ અલગ પ્રકારના ટેક્સ લાગે છે.

જેથી તેના પર એક જ ટેક્સ લાગુ કરી દેવામાં આવે અને તેમાં પણ ૧૮ ટકા સ્લેબ લાગુ કરવામાં આવે. રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશનના ઉપપ્રમુખ જય રાઠોડે બજેટને લઈને માંગ કરી છે કે જે ટેક્સ ૧૮ ટકા અને ૧૨ ટકા છે.તેને મર્જ કરી દેવામાં આવે.અને એક સ્લેબ બનાવવામાં આવે એ પણ ૧૫ ટકામાં.કારણ કે અલગ અલગ ટેક્સના કારણે મુડી રોકાણ વધી જાય છે.જેથી ટેક્સ મર્જ કરવામાં આવે. ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે સબમર્શીબલ પંપ છે તેમાં જીએસટી ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે.જે વ્યાજબી નથી.જેથી ૧૮ ટકામાંથી ૧૨ ટકા કરવામાં તેવી અમારી માંગ છે.એક્સપોર્ટમાં પણ જે ડ્યુટી લગાવવામાં આવી રહી છે તેને દુર કરવામાં આવે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/