fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ટ્રક સાથે ટેન્કરની જાેરદાર ટક્કર

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસે ફર્નેસ ઓઇલ ભરેલા ટેન્કર અને રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટેન્કરનો ચાલક કેબીનમાં ફસાયો હતો. જેના બંને પગને પતરા કાપીને બહાર કાઢ્યો હતો, અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડચો છે. ધ્રોલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસે ગઈ રાત્રિના અરસામાં વાડીનાર તરફથી રાજસ્થાન જઈ રહેલું જીજે ૨૬ જી.બી.૦૨૭૪ નંબરનું ટેન્કર કે જે સામેથી રોંગ સાઇડમાં આવીને ઊભેલા જીજે ૧૦ વી.૩૯૨૯ નંબરના ટ્રક સાથે ધડાકા અથડાઈ પડતાં અસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને વાહનોની ખોડી એકબીજાના અંદર ઘૂસી ગઈ હતી, અને ટેન્કરનો ચાલક તેમાં ફસાયો હતો. જેના બે પગ અંદર ફસાઈ ગયા હોવાથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું,

જેથી સૌપ્રથમ ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડીને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. જેઓએ પતરા વગેરે કાપીને ઇજાગ્રસ્ત ડ્રાઇવર છોટુભાઈ ફુલસંગ ઉ.૩૫ વર્ષને તેમાંથી બહાર ખેંચી લીધો હતો, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/