fbpx
સૌરાષ્ટ - કચ્છ

પોરબંદરમાં રહસ્યમય મોત કેસમાં મોટો ખુલાસો, પોરબંદરમાં મહિલાની ભેદી હત્યા બાદ પાડોશીનો ચોટીલામાં આપઘાત

પોરબંદરમાં રહસ્યમય મોત કેસમાં મોટો ખુલાસો થયો છે. મહિલાની ભેદી હત્યા બાદ પાડોશી બુટલેગરે ચોટીલામાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના નવી ખડપીઠ વિસ્તારમાં બંધ મકાનમાંથી ૬ એપ્રિલના રોજ મહિલાનો મૃતદે મળી આવ્યો હતો. તે મામલે પોલીસ તપાસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. પાડોશમાં રહેતો બુટલેગર મુન્ના ૪ એપ્રિલના રોજ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મહિલાને મોતને ઘાટ ઉતારીને નાશી ગયો હતો. ત્યાર બાદ ૬ એપ્રિલના રોજ મુન્નાનો મૃતદેહ ચોટીલા ખાતે તેની કારમાંથી મળી આવ્યો હતો. મહિલાની હત્યા કર્યા બાદ બુટલેગરે આપઘાત કેમ કર્યો એ એક મોટો સવાલ છે. જે મામલે પોલીસ તપાસ કરી રહી છે. હકીકતમાં, પોરબંદરના નવી ખડપીઠ વિસ્તારમાં બંધ મકાનમાંથી ૬ એપ્રિલના રોજ જે મહિલાનો મૃતદે મળી આવ્યો હતો તે મામલે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ મહિલાની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ આરોપીએ પણ ચોટીલા ખાતે આત્મહત્યા કરી છે. પોરબંદરના નવી ખડપીઠ વિસ્તારમાં રહેતા અશ્વિન બળેજા નામના વ્યક્તિએ કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પત્ની કંચન બળેજા આંગણવાડીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ બે દિવસ વિતવા છતાં પરત ફરી નથી અને તેનો ફોન પણ બંધ આવે છે. અશ્વિને એવી આશંકા વ્યક્ત કરી હતી કે, તેની પત્ની જ્યારથી ગુમ થઈ છે, ત્યારથી તેના પાડોશમાં રહેતા ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નાનું ઘર પણ બંધ હાલતમાં હતું અને તે પણ ગુમ હોય સાથે તેના પરિવારના તમામ લોકોના ફોન બંધ આવતા મુન્ના પર અશ્વિને શંકા વ્યક્ત કરી હતી.

ત્રિકમ ચાવડા ઉર્ફે મુન્નો કે જે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર હતો અને આ મહિલાની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન મુન્નો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા કારમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો, જેને હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ૬ એપ્રિલના સાંજે મામલતદાર સહિતના પંચોની હાજરીમાં પાડોશી મુન્નાના ઘરનું તાળું તોડતા ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં ગુમ થયેલી મહિલા કંચન અશ્વિન બળેજાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો અને પીએમ રિપોર્ટ બાદ સામે આવ્યું હતું કે, મહિલાને ગત ૪ એપ્રિલના રોજ તિક્ષણ હથિયારના ઘા મારીને મોત નિપજાવેલ છે. કંચનને જે તિક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવેલ તે હથિયાર પણ પોલીસ દ્રારા તપાસના કામે કબ્જે કરવામાં આવ્યું હોવાનું સીટી ડીવાયએસપીએ જણાવ્યું હતું. હત્યાને અંજામ આપનાર આરોપી મુન્નાએ ૪ એપ્રિલના રોજ બપોરે ૧૨ વાગ્યા આસપાસ કંચનને મોતને ઘાટ ઉતારીને નાશી ગયો હતો. હત્યા કર્યા બાદ આરોપી મુન્નો તેમના બોટાદ ખાતેના ઘરે તેમની પત્ની અને બાળકો પાસે જતો રહ્યોં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યાર બાદ ૬ એપ્રિલના રોજ મુન્નાનો મૃતદેહ ચોટીલા ખાતે તેમની કારમાંથી મળી આવ્યો હતો. ત્યાર બાદ આરોપી વિરૂદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અક્સ્માતે મોત દાખલ થઇ હતી.

પોરબંદર પોલીસે તપાસમાં પુરાવા એકઠા કરતા આરોપી તરીકે મુન્નો પ્રસ્થાપિત થતાં મૃતક આરોપી મુન્ના વિરૂધ્ધ એબેટેડ સમરી ભરી કાર્યવાહી કરવામાં આવશે, તેમ ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ જણાવ્યું હતું. સાથે જ પોલીસે ઘટના સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા કબ્જે કરીને તપાસ હાથ ધરી છે અને તે ફુટેજમાં હત્યાને લગતા પુરાવા મળવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી હતી. શું મૃતક મહિલા ગર્ભવતી હતી?…પીએમ રિપોર્ટ બાદ મહિલાની હત્યા મુન્ના દ્વારા જ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપી મુન્નાએ પણ આ ઘટના બાદ આત્મહત્યા કરી છે. ત્યારે મહિલા અને આરોપી બંને મૃત્યુ પામ્યા હોવાથી હત્યા ક્યાં કારણોસર કરી હતી તે જાણી શકાયું નથી અને સાથે જ મૃતક કંચનના પતિએ જણાવ્યું હતું કે, તેમની પત્નીને ૨-૩ માસનો ગર્ભ હતો, પરંતુ પીએમ રીપોર્ટમાં આ અંગે કોઈ વિગતો સામે આવી નથી. ત્યારે જાેવું રહ્યું કે હત્યા પાછળનુ સાચું કારણ શું અને મૃતક મહિલા જાે ગર્ભવતી હતી તો પીએમ રિપોર્ટમાં કેમ આ અંગે કોઈ વિગત સામે ન આવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/