fbpx
સૌરાષ્ટ - કચ્છ

દ્વારકાધીશ મંદિરના શિખરની હાલત એકદમ જર્જરિત બની!.. મંદિરના પત્થરોમાં તિરાડો

દ્વારકાધીશ મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ કહેવાય છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગતના તાતના દર્શને આવે છે. ત્યારે આ મંદિર પર સંકટ આવી રહ્યું છે. દ્વારકાધીશ મંદિરના શિખરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. હાલ મંદિરના પત્થરોમાં તિરાડો જાેવા મળી રહી છે. જાે આ સ્થિતિ રહેશે તો જગત મંદિરની જાળવણી કરવી બહુ જ મુશ્કેલ બની જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાધીશ મંદિર સ્ટ્રક્ચરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. મંદિરમાં અનેક સ્થળોએ મોટા ગાબડા પથ્થરોના જાેઈન્ટ ખુલ્લા પડી ગયા છે. આ જાેઈન્ટ્‌સ ખૂલી જવાથી દિવાલોના પોપડા અને ધૂળની રજકણો પડી રહી છે. દ્વારકામાં ત્રૈલોક્યસુંદર મંદિર હજારો વર્ષોથી અડીખમ ઉભુ રહ્યું છે.

પરંતુ આ મંદિર હવે સમારકામ માંગી રહ્યું છે. તો બીજી તરફ, જીર્ણોદ્ધાર માટે આર્કિયોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, સાત માળના શિખરના મોટાભનાગ પિલર, કમાન, ફ્લોરીગમાં જાેઈન્ટ ખૂલી રહ્યાં છે. એકબીજા સાથે જાેડાયેલા પથ્થરોમાં તિરાડો પડી રહી છે. બીજી તરફ, મંદિરમાં જીર્ણોદ્વાર માટે અનેકવાર રીપેરીંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, છતા હજી સુધી કોઈ કામગીરી આગળ વધી નથી. જાે આવું ને આવું થતું રહેશે તો મંદિર પર મોટુ સંકટ આવી પડશે. ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં આર્કિયોલોજી ઓફ ઈન્ડિયાની સર્કલ ઓફિસ પણ શરૂ કરાઈ છે. આ કચેરી દ્વારા મંદિર શિખરની જર્જરિત હાલત અંગે કોઈ કાર્યવાહી કરાઈ હોય તેવુ દેખાતુ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/