રાજકોટમાં મહિલા તબીબનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાજકોટમાં મહિલા તબીબે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ૨૫ વર્ષીય બિંદીયા નામની યુવતિએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. માધાપર ચોકડી નજીક આવેલા અતુલ્ય એપાર્ટમેન્ટમાં ઘરે ગળાફાંસો લગાવીને મહિલા તબીબે આપઘાત કરતાં સોંપો પડી ગયો છે. મહિલા તબીબે આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે. મહિલા તબીબ સિનર્જી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ફરજ બનાવતા હતા, પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરીને તપાસ શરૂ કરી છે.
Recent Comments