fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ૨૦૦૦ રુપિયાની નોટ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

ઇમ્ૈં દ્વારા ૨૦૦૦ની નોટ પરત ખેંચવાનું શરૂ કરાતા તેની અસર હવે રોકડ વ્યવહારો પર પડી રહી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે રોકડની અછત વર્તાઇ રહી છે. યાર્ડમાં પોતાની જણસી વેચવા આવી રહેલા ખેડૂતો વેપારીઓ પાસેથી રુપિયા ૨ હજારની નોટ સ્વીકારતા નથી. એટલું જ નહીં તેઓ ચેક કે ઇ્‌ય્જી પણ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. પરિણામે કરોડોના રોકડ વ્યવહારો અટકી પડ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, ઉપજ આવ્યા બાદ મજૂરી તેમજ છૂટક ખર્ચા ચૂકવવા માટે રોકડની જરૂરીયાત હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ વ્યવહારો ઓછા ચાલતા હોવાથી મોટા ભાગનો વ્યવહાર રોકડ પર જ થાય છે. ૨ હજારની નોટ પરત ખેંચાયા બાદ રોકડની તંગીને કારણે મુશ્કેલી પડતી હોવાનું ખેડૂતોનું કહેવું છે.બેડી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ ૪૦ થી ૫૦ કરોડનું ટર્ન ઓવર થાય છે. જે પૈકી ફક્ત ૩૦ ટકા જ બેન્કિંગ વ્યહારો હોય છે, બાકીનો વહીવટ રોકડમાં થાય છે. ત્યારે યાર્ડના ચેરમેને પણ ખેડૂતોને બેન્કિંગ વ્યવહાર કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, હાલ બેન્કોમાં પૂરતી રોકડ નથી.આથી ખેડૂતોએ કમિશન એજન્ટો સાથે મળીને પેમેન્ટ માટે ૧-૨ દિવસ રાહ જાેવી જાેઇએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/