અમરેલી

પબ્લીક ટ્રેડ મિલ થી બેડ રૂમ સુધીની ભૂમિકા ભજવતી ફૂટપાથ એટલે ધરતી માના સાડીનો હેતાળ પાલવ

વાત જાણે એમ છે કે ફૂટપાથ જે ઉદેશ્યથી બનેલ હોય તે રાહદારીઓ તો બિચારા બાપડા થઈને ક્યાં ચાલતાં હશે તે તો તેનો અંતરાત્મા જ જાણતો હશે. અને આમ જ ચાલવાનું હોય તો ફૂટપાથના આ બહુઆયામી ઉપયોગ જોઈને આનું નામ પણ બદલી નાખવું જોઈએ. સાવરકુંડલા શહેરની જ હવે વાત કરીએ સાવરકુંડલા શહેરમાં જ્યાં જ્યાં ફૂટપાથનું નિર્માણ થયું છે એ મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથનો લોકોને તેના પરથી ચાલવા સિવાયનો બહુહેતુક ઉપયોગ થાય છે. અને ચાલવાનું આમ જ ચાલવાનું અહીં ચાલવા શબ્દનો અર્થ શ્ર્લેષ અલંકાર દ્વારા એક ચાલવું એટલે પદયાત્રા અને બીજું ચાલવું એટલે ટેક ફોર ગ્રાન્ટેડ. જેમ ચાલે છે તેમ સ્વીકારી લેવું. 

હવે મૂળ મુદ્દા પર આવીએ તો વાત ફૂટપાથની જ છે તો ખરા અર્થમાં 

ફૂટપાથ એટલે શું? આવું 

એક ” મહાવીર” બન્યા પહેલાના ” સિદ્ધાર્થ જેવા યુવાન ( કે જેણે સ્વપ્નમાં પણ જીવનની એક પણ કઠણાઈનો લેશ માત્ર અનુભવ પણ નથી કર્યો!) તેને મેં વહેલી પરોઢે તેના ” જીમ ” ના દ્વારે જ પુછયું.

” દાદા” …..ફૂટ પાથ એટલે ” પબ્લિક ” ટ્રેડ મિલ””!

જો કે અમે  કદી જોયેલ કે ઉપયોગ કરેલ નથી ! પણ….અમારા  પગ નીચેથી જમીન જાણે કે સરકી ગઈ.અને અમે પણ!

આગળ એક ” મરાઠી માનુષ”! ( ઘાટ / પર્વતોમાંથી આવેલ મહારાજ છત્રપતિ શિવાજી મહારાજના શૌર્યના વારસદારો !) ” લા મી પુષ્લે” ” ફૂટ પાથ મનજે કાઈ?

અને જીવનની તમામ કડવાશને નીલકંઠ માફક ગળામાં જ રાખી, તેણે મોજથી કીધું ” 

” માઝા બેડ રૂમ”!

આ પબ્લિક ટ્રેડ મિલ થી બેડ રૂમ સુધીની ભૂમિકા ભજવતી ફૂટપાથ એ તો ધરતી માતાનો એ પ્રેમાળ પાલવ છે છે દરેકને આશ્રય આપે છે ,નિભાવે છે,ઉછેરે છે અને કરોપતિઓ ,નેતાઓ,વિદ્વાનો……કંઈકનું નવનિર્માણ કરે છે.

માત્ર ” ફૂટપાથ” ઉપર એક જ ગંભીર આક્ષેપ હોઈ તો તે તેનું મૂળ કામ બજાવતી નથી! જે છે રાહદારીઓને સરલ,સલામત, વિનાવિઘ્ને ચાલવા દેવાનું.અને તેની આ મૂળ કાર્યની ફરજચૂક જ તેને સુપ્રીમ કોર્ટ સુધીની દેશની તમામ કોર્ટો માં ” આરોપી “ના ” કઠોડા”માં ધકેલે છે અને ન્યાય મંદિરના કઠોર નિર્ણયો અને ફટકાર સાંભળવા મજબૂર કરે છે.દંડની આકરી જોગવાઈઓ અને કોર્ટોની સખ્ત ચીમકી ઓ પછી પણ આપણી આ જીવનદાત્રી ફૂટપાથ પોતાનો મૂળ ધર્મ ,નાગરિકોને ચાલવાનો આદર્શ રસ્તો બની રહેતી નથી..નથી…અને નથી જ.

પણ આમા કસૂરવાન કોણ?

ફૂટપાથ પોતે તો ભગવદ્ ગીતાના સ્થિતઃ પ્રજ્ઞ માફક પોતાની ઉપર થતો તમામ ખેલ મૂક પ્રેક્ષક બની જોયા જ કરે છે.અને મનોમન હસતી હસે કે જોવો તો ખરા માનવીઓ પોતાના વિવિધ સ્વાર્થ સાધવા કેવા કેવા મારા ઉપયોગો કરે છે.અને છતાં મને સાફ સુથરી વેલ મેન્ટેનેડ રાખવાને બદલે મારી નર્ક થી ય બદતર કરી મૂકે છે.

મૂળ ફૂટપાથ પર નિયમિત અને દિવસભર ચાલનારા લોકો અને તેમાંય તેમનો તે મૂળભૂત અધિકાર છે તે બાબત જાગૃત અને તે હક માટે લડનારાઓ ઓછા થતા જાય છે.એટલે ફૂટ પાથ બચાવો આંદોલનો થતા નથી..

બહેરે કાને અથડાતી, એકલ દોકલ માનવીની કે સામૂહિક માધ્યમોની ” ફૂટપાથ” અંગેની ફરિયાદના પ્રત્યુત્તરમાં સમગ્ર ભારત વર્ષમાં મળતો ” વન નેશન! 

વન જવાબ!

” આમ તો ” ચાલવાનું જ””!

વધુ દુરાગ્રહ સેવો તો …જણાવાય … કે 

” આમતો ” ચાલ્યા જ કરવાનું “!

પણ અલ્યાભાઈ ! કાં તો દબાણ ” ચાલે” ! ને કાં તો ” રાહદારી” ,નાગરિક,માનવી ઓ!

ફૂટપાથનું જાણે કે માનવ જેવું થઈ જ્યું સે!

One foot પાથ કેન નોટ સર્વ ટુ ( બે) યૂઝર !

  – – તિખારો /ધૂપસળી – – 

છે કોઈ આમાંથી કાઢે બહાર એવું? એ ફૂટપાથનો આર્તનાદ હવે એ પણ શાંત અને મૌન થઈ ચૂક્યો છે..!!

“ઘર ઘર દિલ્હી! હર ઘર દિલ્હી”!  ( શ્વાસ લેવાની તાજી હવાની દુર્લભતા સુપેરે સાંપડી છે)જે તો ત્રણ દાયકાની ભાજપ સરકાર ની ગૌરવ પૂર્ણ ઉપલબ્ધિ છે! ભાઈ.

ભાડાની સાયકલ હોય ને તો તેને  નુકશાન નથી પહોંચાડી શકાતું.અને આ દેશને આમ કોણે ટાળી નાખ્યો? રહેવા જેવો જ માત્ર નહીં રહેવા દેવાની ફરિયાદ ક્યાં કરવી? શ્વાસ લેવા જેવો નો રેવા દીધો ! ભાઈ.

Related Posts