fbpx
વિડિયો ગેલેરી

વડાપ્રધાને હાયર એજ્યુકેશન પર થઇ રહેલ કોન્કલેવને સંબોધિત કરી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી દેશ સશક્ત બનશેઃ મોદી

વડાપ્રધાને હાયર એજ્યુકેશન પર થઇ રહેલ કોન્કલેવને સંબોધિત કરી
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી દેશ સશક્ત બનશેઃ મોદી

૩-૪ વર્ષની ચર્ચા અને લાખો સૂચનો પછી નવી શિક્ષણ નીતિ તૈયાર કરાઈ, હવે વોટ યૂ થિંક નહીં, હાઉ ટૂ થિંક પર ભાર
નવી શિક્ષણનીતિ ૨૧મી સદીના ભારતનો પાયો નાખશે, આ પોલિસીમાં દરેક વિદ્યાર્થીને પોતાને સાબિત કરવાની તક મળશે
બાળકોમાં શીખવાની ધગશ વધે તેને ધ્યાને લઈ સ્થાનિક ભાષા પર ફોકસ
ઘરમાં બોલાતી બોલી અને શિક્ષણની ભાષા એક જ હોવી જાેઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હાયર એજ્યુકેશન પર થઈ રહેલા કોન્કલેવમાં સંબોધન કરતાં  કે ૩-૪ વર્ષના વિચાર-વિમર્શ અને લાખો સૂચનો પછીનવી એજ્યુકેશન પોલિસી મંજૂર કરાઈ છે. અલગ અલગ ક્ષેત્ર અને વિચારધારાઓના લોકો તેમના મત આપી રહ્યા છે.આ એક સંદુરસ્ત ચર્ચા છે, જે જેટલી વધારે થશે એટલો જ લાભ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા પછી દેશના કોઈ પણ વર્ગ તરફથી એવા સવાલો ઊભા થયા નથી કે આ કયા પ્રકારનો ભેદભાવ છે. લોકો વર્ષોથી ચાલતી શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર ઈચ્છતા હતા, જે તેમને હવે મળ્યા છે.
વડાપ્રધાને  કે, બાળકોના ઘરની બોલી અને સ્કૂલમાં શીખવાની ભાષા એક જ હોવી જાેઈએ, જેથી બાળકોને શીખવામાં સરળતા રહે. હાલ ધોરણ-૫ સુધી બાળકોને આ સુવિધા મળશે. અત્યાર સુધીની શિક્ષણ નીતિ ઉરટ્ઠં ર્ં ્‌રૈહા ની સાથે આગળ વધી રહી હતી. હવે અમે લોકોએ ૐર્ુ ર્ં ્‌રૈહા પર ભાર મૂકીશું.
કાર્યક્રમમાં ૐઇડ્ઢ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને ઘણી યુનિવર્સિટીઝના વાઈસ ચાન્સલર પણ જાેડાયા હતા. ‘ટ્રાન્સફોર્મેશનલ રિફોર્મ્સ ઈન હાયર એજ્યુકેશન અંડર નેશનલ એજ્યુકેશન પોલિસી’ની થીમ વાળી આ ઈવેન્ટને ેંય્ઝ્ર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું.
તેમણે  કે દરેક દેશ તેની શિક્ષણ વ્યવસ્થાને રાષ્ટ્રીય મૂલ્યો સાથે જાેડીને રાષ્ટ્રીય લક્ષ્ય તરફ આગળ વધે છે. જેથી દેશની એજ્યુકેશન સિસ્ટમ તેની વર્તમાન અને આવનારી પેઢીઓનું ભવિષ્ય તૈયાર કરી શકે. ભારતની પોલિસીનો આધાર પણ આ જ વિચાર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૧મી સદીના ભારતનો પાયો તૈયાર કરવા જઈ રહી છે.
છેલ્લા ઘણા વર્ષથી આપણા શિક્ષણનીતિમાં કોઈ ફેરફાર થયો નથી,જેનાથી સમાજમાં સિક્્યોરિટી અને ઈમેજિનેશનની વેલ્યૂને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ ઘેટા બકરાની ચાલને પ્રોત્સાહન મળવા લાગ્યું હતું. ક્્યારેક ડોક્ટર તો ક્્યારેક એન્જિનીયર તો ક્્યારેક વકીલ બનાવવાની સ્પર્ધા લાગવા માંડી. આમાંથી બહાર નીકળવું જરૂરી હતું. જ્યાં સુધી શિક્ષણમાં જુસ્સો ન હોય, શિક્ષણનો હેતું ન હોય ત્યાં સુધી આપણા યુવાનોમાં ક્રિટિકલ અને નવીન વિચારસરણી કેવી રીતે વિકસીત થાય.
નવી નીતિમાં કુશળતા પર ફોકસ કરવામાં આવ્યો છે એમ કહીને તેમણે ઉમેર્યું કે ૨૧મી સદીના ભારતમાં આપણા યુવાનોને જે કુશળતા જાેઈએ છે તેના પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. ભારતને શક્તિશાળી બનાવવા માટે વિકાસની નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે આ એજ્યુકેશન પોલિસીમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. જ્યારે ભારતના વિદ્યાર્થી ભલે તે નર્સરીમાં હોય કે પછી કોલેજમાં, ઝડપથી બદલાઈ રહેલા સમય અને જરૂરિયાત પ્રમાણે ભણશે તો રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક ભૂમિકા અદા કરી શકશે.
શિક્ષક શિખશે તો દેશ આગળ વધશે એમ કહીને વડાપ્રધાને  કે, ભારતનો ટેલેન્ટ ભારતમાં જ રહીને આવનારી પેઢીઓનો વિકાસ કરે, તેના પર ભાર આપવામાં આવ્યો છે. ટીચર્સ ટ્રેનિંગ પર વધારે ભાર આપવામાં આ્યો છે. આઈ બિલિવ વેન અ ટીચર લર્ન, એ નેશન લીડ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માત્ર એક સર્કુલર નથી, તેના માટે મક્કમ થવું પડશે. ભારતના વર્તમાન અને ભવિષ્યને બનાવવા માટે આ એક મહાયજ્ઞ છે. ૨૧મી સદીમાં મળેલો મોટો અવસર છે.
છેલ્લા ઘણા વર્ષોથી આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર નહોતા થયા. ઉચ્ચ શિક્ષણ આપણા જીવનમાં સંપ લાવે છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું લક્ષ્ય આની સાથે જ જાેડાયેલું છે.
શરૂઆતના દિવસમાં સૌથી મોટો સવાલ એ જ હતો કે આપણી શિક્ષણ વ્યવસ્થા યુવાનોને ઉત્સાહિત કરે છે કે નહીં? બીજાે સવાલ હતો કે શું શિક્ષણ વ્યવસ્થા યુવાનોને શસક્ત કરે છે. દેશમાં એક એમ્પાવર સોસાયટીના નિર્માણમાં મદદ કરે છે. તમે આ સવાલો અને તેના જવાબોથી પણ સંતુષ્ટ છો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવતી વખતે આ સવાલો પર ગંભીરતાથી કામ કરવામાં આવ્યું. છે.
પ્રધાનમંત્રીએ  કે આજે જ્યારે નર્સરીનું બાળક પણ નવી ટેકનોલોજી અભ્યાસ કરી શકશે, ત્યારે ભવિષ્ય માટેની તૈયારી કરવાનું વધુ સરળ બનશે. ઘણા દાયકાઓથી શિક્ષણ નીતિ બદલાઇ ન હતી, તેથી સમાજમાં ઘેટાંની ચામડીને પ્રોત્સાહન આપવામાં આવી  હતું. ડોક્ટર-એન્જિનિયર-વકીલ બનાવવાની સ્પર્ધા હતી. હવે યુવા સર્જનાત્મક વિચારોને અનુસરી શકશે, હવે ફક્ત અભ્યાસ જ નહીં પરંતુ કાર્યકારી સંસ્કૃતિનો વિકાસ થયો છે.

Follow Me:

Related Posts