fbpx
વિડિયો ગેલેરી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે ૩૭ જળાશયો ૧૦૦ ટકા પાણીથી છલકાયા

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે ૨૦૫ જળાશયો પૈકી ૩૭ જળાશયો ૧૦૦ ટકા પાણીથી છલકાયાં છે. ૫૭ જળાશયોમાં ૭૦ ટકા પાણીની આવક થઈ છે. ૩૧ જળાશયોમાં ૫૦ ટકા, ૩૮ જળાશયોમાં ૨૫ ટકા અને ૪૨ જળાશયોમા ૨૫ ટકાથી ઓછા પાણીની આવક થઈ છે. તો રાજ્યના ૧૨૬ તાલુકામાં સરેરાશ ૨ ઈંચ વરસાદ જેટલો વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થયો. જળસપાટી ૧૧૯.૬૯ મીટર પર પહોંચી. પાણીની આવક માત્ર ૫૧૪૩ ક્્યુસેક છે. હજુ પણ ૧૨૦૦ મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમમાં કુલ જીવંત જથ્થો ૧૧૭૩ મિલિયન ક્્યુબીક મીટર છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાનમ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલ ડેમની જળ સપાટી ૧૨૦.૪૦ મીટર થઈ છે. ડેમમાં ત્રણ હજાર ક્્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે મોરવા હડફના હડફ ડેમમાં પણ જળસપાટી વધી છે. ડેમમાં ૧૫૫ કયુસેક પાણીની આવક થી છે. રાજકોટનો ન્યારી ૧ ડેમ ઓવરફ્લો થયો. જેના કારણે આજી ૧ ડેમ ૨૬ ફૂટ પહોચ્યો છે. જેથી રાજકોટમાં આગામી વરસે પીવાના પાણી માટે તંગી નહી સર્જાય. ધોરાજીનો ભાદર ૨ ડેમ ઓવરફલો થયો. ઓવરફ્લો થતા ડેમના આઠ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા.ભાદર ૨ ડેમમાં પાણીની કુલ આવક ૪૦૬૦૦ ક્્યુસેક છે. તો પાણીની જાવક ૩૩૨૮૬ ક્્યુસેક છે. કોટડા સાંગાણીનો વાછપરી ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમા પડેલા ભારે વરસાદના કારણે ડેમમા પાણીની વ્યાપક આવક થતા ૧૮ ફૂટની સપાટીએ ડેમ ઓવરફ્લો થયો. વાછપરી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તંત્ર દ્રારા કોટડાસાંગાણી, ખરેડા, પાંચીયાવદર સહિત આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કોટડાસાંગાણી પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. જેથી આ પંથકની માણકી નદીમાં પુર આવ્યા. કોટડા સાંગાણાણીની, માણેકવાડા, સોળીયા, નવાગામ, નારણકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો.માણકી નદીમાં પુર આવતા માણેકવાડા, મોટા ખાંડવા અને કોટડા સાંગાણીને જાેડતો રસ્તો બંધ થયો. વીરપુર જલારામની સરીયામતી નદીમાં ઘોડાપુર આવ્યું.

Follow Me:

Related Posts