fbpx
વિડિયો ગેલેરી

કોરોનાની રસી પર રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર તમામને રસી ઉપલબ્ધ કરાવવા અત્યારથી રણનીતિ ઘડે

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટેની કોવિડ ૧૯ વેક્સીનને લઈને એક ટ્‌વીટ કરી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટમાં જણાવ્યું કે, ભારત કોવિડ ૧૯ વેક્સીન બનાવતા દેશો પૈકી એક હશે પરંતુ આ વેક્સીનને દેશના તમામ જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવા માટે યોગ્ય રણનીતિ ઘડવાની જરૂર છે. કોંગ્રેસના સાંસદે જણાવ્યું કે, ભારતમાં કોવિડ ૧૯ વેક્સીન બનાવતા દેશો પૈકી એક બનશે. દેશને એક સ્પષ્ટ અને સમાવેશી ન્યાયસંગત રણનીતિની જાેઈએ જેથી વેક્સીન તમામ વર્ગને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે.
રાહુલ ગાંધીએ ગુરુવારે કોરોના વાયરસના આંકડાનો એક ગ્રાફ ટ્‌વીટ કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે, જાે આને વડાપ્રધાનની કાબૂમાં રહેલી સ્થિતિ છે તો કથળેલી સ્થિતિ કોને કહીશુ?
ગત મહિને કોરોના વાયરસ અને વેક્સીન અંગેના આંતરાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરાયું હતું, જેમાં આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ માહિતી આપી હતી કે, વેક્સીન તૈયાર થયા બાદ તેને સૌપ્રથમ કોને કોને આપવામાં આવશે તે વિશે સરકાર અને સંલગ્ન સંસ્થાઓ વિચાર વિમર્શ કરાઈ રહ્યો છે. સરકાર આ માટે એવા લોકોના સમૂહની ઓળખ કરી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં નિમાયેલા વિશેષ અધિકારી રાજેશ ભૂષણે જણાવ્યું કે રસીની પ્રાથમિકતા અંગે સરકારમાં તેમજ તેની બહાર પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts