fbpx
વિડિયો ગેલેરી

રૂ.૪૩૦ લાખના ખર્ચે નિર્મિત થનારા મહુવા બસ સ્ટેશનનું ઇ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

૨૦૨૧ના વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રીશ્રીની રાજ્યના નાગરિકોને મહત્વપૂર્ણ ભેટ

એસ.ટી.માં નવી ૧ હજાર બસ તેમજ ૫૦ ઇલેકટ્રીક બસ ખરીદ કરીને આગામી જૂન મહિનાથી મૂસાફરોની સેવામાં મૂકાશે

મહુવા ખાતે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિત

મુખ્યમંત્રીશ્રી :-
પાછલા બે દાયકામાં શિક્ષણ-આરોગ્ય-પાણી પૂરવઠા-એસ.ટી નિગમ જિલ્લા કચેરીઓના વર્ક
કલ્ચરમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ સાથે નવા કલેવર-કોર્પોરેટ આઉટલૂક લાવી જનતા જનાર્દનની શ્રેષ્ઠ
સેવાનો ધ્યેય પાર પાડયો છે

સારી બસ – સારી સેવા’ના સૂત્ર સાથે બસમથકોને એરપોર્ટ જેવા આધુનિક બસપોર્ટ બનાવ્યા છે

એસ.ટી બસ સેવા અમારા માટે નફાનું નહી-જનસેવાનું માધ્યમ

એસ.ટી બસોમાં GPS સિસ્ટમથી સમયસર અને નિશ્ચિત સ્થળની જાણકારી પેસેન્જરોને
સરળતાએ મળે છે

લગ્ન પ્રસંગોએ રાહત દરે બસ સેવા જેવા સમયાનુકૂલ પરિવર્તન સાથે એસ.ટી સેવાઓ સામાન્ય
માનવી-ગરીબ-જરૂરતમંદ વ્યક્તિઓ માટે સરળ સુરક્ષિત સસ્તા પરિવહનનો વિકલ્પ બની છે

ભાવનગર, તા.૦૧ : રૂ.૪૩૦ લાખના ખર્ચે નિર્મિત થનાર ભાવનગર વિભાગ હેઠળના મહુવા એસ.ટી. બસ સ્ટેશનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નૂતનવર્ષ ર૦ર૧ના પ્રથમ દિવસે રાજ્યના સામાન્ય માનવી, નાગરિકોને મહત્વપૂર્ણ ભેટ આપતાં જાહેર કર્યુ છે કે જાહેર પરિવહન સેવા માટે રાજ્ય માર્ગ વાહનવ્યવહાર
નિગમ, એસ.ટી. કોર્પોરેશન નવી ૧ હજાર બસોની ખરીદી કરશે. આ ૧,૦૦૦ બસ આગામી જૂન મહિનાથી રાજ્યના મુસાફરોની સેવામાં કાર્યરત થઇ જશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યુ હતું. આ નવી ૧૦૦૦ બસ અદ્યતન ટેકનોલોજી BS-6 થી સજ્જ હશે જેનાથી પર્યાવરણની પણ રક્ષા થશે. તેમજ પરિવહન સેવામાં એસ.ટી. નિગમ નવી પ૦ ઇલેકટ્રીક બસ પણ આ વર્ષે મૂકશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં પાછલા બે દાયકાથી શિક્ષણ, આરોગ્ય, પાણી પૂરવઠા તેમજ જિલ્લા કચેરીઓમાં વર્કકલ્ચર-કાર્યસંસ્કૃતિમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ લાવીને સામાન્ય ગરીબ વંચિત માનવી કેન્દ્રી સેવાઓ વિકસાવી છે. કલેકટર કચેરીઓ કે પંચાયત કચેરીઓને સેવાસદન તરીકે પ્રસ્થાપિત કરી કોર્પોરેટ લૂક જેવું વર્ક એન્વાયરમેન્ટ ઊભું કર્યુ છે. આ બદલાવનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળે છે તેવો વિશ્વાસ તેમણે
વ્યકત કર્યો હતો. વિજયભાઇ રૂપાણીએ આ જ સંદર્ભમાં માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.ની સેવાઓમાં પણ ધરમૂળથી પરિવર્તન લાવવામાં આવ્યું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તથા ‘‘પાછલા બે દાયકામાં આપણે સારી બસ-સારી સેવા’ના સૂત્ર સાથે આગળ વધ્યા છીયે એમ તેમણે ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ નૂતનવર્ષ ર૦ર૧ના પ્રથમ દિવસને રાજ્યની સામાન્ય જનતા જનાર્દન, ગરીબ- મધ્યમવર્ગીય લોકોના સુવિધા-સુખાકારીના કામોનો દિવસ ગણાવતાં કહ્યું કે, અમારા માટે એસ.ટી એ સેવાનું સાધન છે. નફો કે લાભ લેવાની વૃત્તિનું માધ્યમ નથી. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, એસ.ટી સેવાઓનો હેતુ નૂકશાની વેઠીને પણ રાજ્યના સામાન્ય માનવી, ગામડાના દૂર-દરાજના વ્યક્તિને સારી-સસ્તી પરિવહન સેવા આપવાનો છે. વિજયભાઇ રૂપાણીએ એસ.ટી સેવાઓ કુદરતી આપત્તિઓ પૂર, વાવાઝોડા, કોરોના સંક્રમણ વગેરેમાં પણ લોકોને સલામત સ્થળે પહોચાડવા તેમજ જરૂરી સેવા-સુવિધા માટે ખડેપગે રહે છે તેની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે, આ સરકારે એસ.ટી ની સેવાઓમાં પણ સમયાનુકૂલ પરિવર્તન લાવીને પેસેન્જર સેન્ટ્રીક બનાવી છે. એસ.ટી બસોમાં વોલ્વો, સ્લીપર કોચ, મિની બસ તેમજ ચોક્કસ સમયપત્રક મુજબ સંચાલન માટે GPS સિસ્ટમ પણ એસ.ટી બસોમાં કાર્યરત કરી છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 16 જેટલા બસ સ્ટેશનના ઇ લોકાર્પણ તથા ઇ ખાતમુહૂર્ત કરવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભાવનગર વિભાગ હેઠળના મહુવા ખાતે રૂ.430 લાખના ખર્ચે નિર્મિત થનારા આ આધુનિક બસ સ્ટેશન થકી મુસાફરોની સુખ સુવિધામાં વધારો થશે.રાજ્ય સરકાર સતત લોકોની સુવિધામાં વધારો થાય તે માટે ચિંતિત છે અને તેથી જ તૈયાર થઈ રહેલ આ નવીન બસ સ્ટેશનમાં નાનામાં નાની તમામ લોકોપયોગી સુવિધાઓને આવરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1062.73 ચો.મી. માં નિર્મિત થનાર આ નવિન બસ સ્ટેશનમાં ૧૦ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, રિઝર્વેશન રૂમ, પાસ રૂમ, ટ્રાફિક ઓફીસ, વહીવટી ઓફીસ, યુટીલીટી રૂમ, સ્ટોર રૂમ, ઇન્કવાયરી રૂમ, કેન્ટીન (કિચન તથા વોશ સહિત), પાર્સલ રૂમ, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેકટ્રીક રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ(શૌચાલય સહિત), મુસાફર જનતા માટે અલગ સ્ત્રી-પુરૂષ શૌચાલય, સરક્યુલેશન વિસ્તારમાં સી.સી. ટ્રી-મિક્ષ ફ્લોરીંગ, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધાનો લાભ અંદાજીત દૈનિક 22 હજારથી વધુ મુસાફરોને મળશે. આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય આર.સી.મકવાણા, શ્રી દુલાભાઇ ભાલીયા, મહુવા પ્રાંત અધિકારી ડો.પંકજ વલવાઇ, વિક્રમસિંહ વાળા, એન.બી. સીસોદીયા, ભાવનગર વિભાગીય નિયામક પી.એમ.પટેલ સહિતના પદાધિકારીશ્રી, અધિકારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/