fbpx
વિડિયો ગેલેરી

પત્‍નિનાં પ્રેમીને પતિ તથા ભત્રીજાએ કાર નીચે કચડી નાખ્‍યો

પતિ સાથે અણબનાવથી પત્‍નિએ કર્યા હતા મૃતક યુવક સાથે મૈત્રી કરારચલાલા-મોરઝર વચ્‍ચે કારની ઠોકર મારી યુવકને ઢસડયોમૃતક યુવકનાં મિત્રને પણ ષડયંત્રમાં સાથે રાખી અપાયો અંજામમૃતક યુવકનાં મિત્રને પણ ષડયંત્રમાં સાથે રાખી ચલાલાની એક મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા વગર તેના પ્રેમી સાથે મૈત્રીકરાર કરી સાથે રહેવા લાગતા તેના પતિ તેમજ પત્‍નિના ભત્રીજાએ મળી ગઈકાલે સાંજના ચલાલા નજીક મોરઝર ગામ પાસે બાઈક ઉપર જઈ રહેલ પત્‍નિના પ્રેમીને પાછળથી કારની ઠોકર મારી કારમાં કચડી નાખી બેરહેમીથી હત્‍યા નિપજાવી નાખ્‍યાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ હતી. મૃતક યુવાનના મિત્રને પણ હત્‍યારાએ સાથે રાખી ષડયંત્રને અંજામ આપતા સમગ્ર મામલો સામે આવેલ હતો.પ્રાપ્‍ત વિગત મુજબ ચલાલા ગાયત્રી નગરમાં રહેતી ઈલાબેન પ્રવિણભાઈ રાઠોડ નામની પરિણીત મહિલાને તેના પતિ સાથે અણબનાવ બનેલ હતો.

તેથી પતિ સાથે છૂટાછેડાની કાર્યવાહી કરી ચલાલાના મહાદેવ પરામાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવતા કેતન કાંતિભાઈ કાકડીયા (ઉ.વ.3ર) નામના અપરિણીત યુવાન સાથે મૈત્રીકરાર કરી બાળકો સાથે ભાડાના મકાનમાં સાથે રહેલા લાગેલ હતી. પોતાના પત્‍નિ બીજાયુવાન સાથે રહેવા લાગતા તેમના પતિ પ્રવિણભાઈ ગોબરભાઈ રાઠોડ તેમજ પત્‍નિના ભત્રીજા ઘનશ્‍યામ વિરજીભાઈ રાઠોડે પત્‍નિના પ્રેમીનું કાસળ કાઢી નાખવાનું આયોજન કરેલ હતું. આયોજન મુજબ બંને કેતનનું લોકેશન મેળવતા હતા. પરંતુ પોતાની પત્‍નિ કે કેતન બંનેમાંથી કોઈ ઘરમાં હાજર ન હોવાનું જાણવા મળેલ હતું. મહિલાના પતિ અને ભત્રીજો બંને કેતનના મિત્ર જયદિપ જોબનપુત્રાને પોતાના ઘરે ખમણના બાકી પૈસા લઈ જવાના બહાને બોલાવેલ હતો અને કેતનનું લોકેશન મોબાઈલ ઉપર પૂછવા જણાવેલ હતું. જયદિપે પોતાના મિત્ર કેતનને મોબાઈલ કરી લોકેશન પૂછતા તેમણે જણાવેલ હતું કે પોતે ઈલાબેનને ગામડે મૂકીને પરત મોરઝર ગામ નજીક પહોંચેલ છે. બંને કાવતરાખોરોએ જયદિપને પણ પાઈપનું વેલ્‍ડીંગ કરવા જવાના બહાને કારમાં સાથે લઈ ગયેલ હતા.

સાંજના સાડા સાત- આઠેક વાગ્‍યાના સુમારે ત્રણેય કારમાં મોરઝર ગામ તરફ ગયેલ હતા. દૂધની ડેરી નજીક સામેથી કેતન બાઈક લઈને આવતા હતા તેને જોઈ જતા કાર પાછા વાળીને બાઈકને પાછળથી જોરદાર ઠોકર મારેલ હતી. તેથી કેતન બાઈક ઉપરથી દડાની જેમ ઉછળી કારના કાચ સાથે અથડાયેલ હતો. બાદમાં કાર નીચે આવી ગયેલ હતો. કાર નીચે કેતન કચડાયેલ હતો અને રોડના કાંઠે ફંગોળાઈ જતાં ગંભીર ઈજા થવાથી ઘટના સ્‍થળે જ મોત નિપજેલહતું. બાદમાં ત્રણેય શખ્‍સો કાર લઈને ગોપાલગ્રામ તરફ ભાગી છૂટેલ હતા. કાર ગોપાલગ્રામમાં બંધ પડી જતાં ત્રણેય કારમાંથી ઉતરી ભાગવા લાગેલ હતા. ભાગીને હાલરીયા રોડ ઉપર આવેલ પુલ નીચે ત્રણેય મોબાઈલ સ્‍વિચ ઓફ કરી સંતાઈ ગયેલ હતા.

બાદમાં મહિલાના પતિ પ્રવિણભાઈ અને ભત્રીજા ઘનશ્‍યામભાઈએ જયદિપને આ વાત કોઈને કરતો નહીં તેમ કહી જતા રહેવાનું કીધેલ હતું પરંતુ જયદિપ ત્‍યાંથી ખાનગી વાહનમાં ચલાલા જઈ સીધો જ દવાખાને પોતાના મિત્રની લાશ પાસે જઈ તેમના ભાઈ જગદીપભાઈ કાંતિભાઈ કાકડીયાને સમગ્ર ઘટનાની વાત કરેલ હતી. જે અંગે જગદીશભાઈએ પોતાના ભાઈનું ષડયંત્ર રચી કાર હડફેટે લઈ હત્‍યા નિપજાવનારા પ્રવિણ ગોબર રાઠોડ અને ઘનશ્‍યામ વિરજી સોલંકી વિરૂઘ્‍ધ ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. યુ.એફ. રાઓલે તપાસ હાથ ધરેલ હતી.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0