અમરેલી ખાતે મોંઘવારી મુદ્દે પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસે ધરણાં કર્યા

નેતા વિપક્ષ પરેશ ધાનાણીના અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના કોંગી કાર્યકરોએ ભાજપની રામધૂન બોલાવી હતી. તો મોંઘવારી મુદે પોલીસ સ્ટેશનમાં કવિતા બોલી વિરોધ દર્શાવ્યો હતો.
નેતા વિપક્ષ પરેશ ધાનાણીની અટકાયત કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા. અમરેલીમાં પોલીસે નેતા વિપક્ષ પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મુદે કોંગ્રેસ દ્વારા સાયકલ રેલી કાઢવામાં આવી હતી.
અમરેલી શહેરમાં માર્કેટિંગ યાર્ડથી સાયકલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું હતું. જેમાં પોલીસે સાયકલ રેલી સહિત વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતા વિપક્ષ ધાનાણી સહિતના કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસી કાર્યકરોએ મોંઘવારી મુદે બેનરો અને સુત્રોચસરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.દારૂ સસ્તો, મોંઘા તેલના સહિતના મુદ્દે નારા લગાવ્યા હતો.
આ ઉપરાંત આજે બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો એ સાઇકલ ચલાવી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. સતત ડીઝલ પેટ્રોલનાં અને અન્ય જીવનજરૂરિયાત ચીજ વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચતા વિરોધ કરવામાં આવ્યો. ધારાસભ્ય વિરજી ઠુમર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એ શહેરની બજારોમાં સાયકલ ચલાવી સૂત્રોચ્ચારો કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
Recent Comments