fbpx
ધર્મ દર્શન વિડિયો ગેલેરી

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય 17 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી

મેષ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ અને સાતમે સૂર્ય મંગળ નું આગમન,ચંદ્ર-લોખંડ,ખનીજ,જૂનીવસ્તુ ની લે-વહેચ ના ધંધામાં લાભ આપનાર બને,સૂર્ય મંગળ સાતમે દાંપત્ય જીવનમાં જાળવવું પડે.
બહેનો :- સખી-સહેલી-જૂનામિત્રો ને મળવાનું થતાં આનંદ રહે.

વૃષભ :-દશમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ વાહન ના ધંધામાં ખૂબ સારો લાભ આપે,નોકરિયાત વર્ગને આવક માં ખૂબ વધારો થાય.સૂર્ય છ્ટ્ઠા સ્થાને કોર્ટ-કચેરીના કાર્ય કરાવે,મંગળ રોગ શત્રુ પર વિજય મળે.
બહેનો :- પિતૃપક્ષે પ્રસંગો સાચવવા જવું પડે,ગૃહઉધ્યોગ માં લાભ.

મિથુન :- ભાગ્યસ્થાનમા ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે ઉત્તમ તક આપે,વૃદ્ધ અને પીઢ લોકોથી તમારો ભાગ્યોદય શક્ય બને,સૂર્ય પાચમે સંતાનો ના કાર્ય કરાવે,મંગળ પાચમે જૂની ઉઘરાણી પરત લાવી શકે.
બહેનો :- ધાર્મિક ક્રિયાઓમાં વ્યસ્ત રહેવાનુ બને.

કર્ક :- આઠમા સ્થાનમા શનિની રાશિમાં ચંદ્ર પાણીવાળી જગ્યાએ જાવ તો સાવધાની પૂર્વકનું વર્તન રાખવું,સૂર્યમંગળનું ચોથા સ્થાને આગમન,પૈતૃક સ્થાવર મિલકતના પ્રશ્નો ઊભા થઈ શકે.
બહેનો :- તમારી દરેક ક્રિયામાં એકાગ્રતા જરૂરી બને.

સિંહ :-સાતમા સ્થાને ચંદ્ર શનિ ની રાશિમાં રહેતા બહુજ સાવધાનીપૂર્વક તમારા જીવનના નિર્ણયો લેશો તો સારું રહેશે,સૂર્યમંગળ નું ત્રીજા સ્થાને ભ્રમણ તમારી અંદર ની શક્તિ ને જાગૃત કરવાનું કામ કરે.
બહેનો :-દાંપત્યજીવન અને લગ્નવિષયક કાર્ય ધીમે-ધીમે પાર પડે.

કન્યા :-છઠ્ઠા સ્થાનમા ચંદ્ર ધીમે-ધીમે તમારા જૂના રોગો માથી મુક્ત કરવામાં મદદ કરે,રોગ-શત્રુ ઉપર વિજય મેળવવામાં સફળ થાવ,સૂર્ય-મંગળ બીજે,પરિવારમાં તમારું માન જળવાય આવા પ્રયત્નો કરવા.
બહેનો :-ઘણીબધી બાબતોમાં તમને રાહત થાય-મુસાફરી થાય.

તુલા:- પાચમાં સ્થાનમા ચંદ્ર સંતાનોમાં શિક્ષણકાર્ય-મિત્રોને સહાયરૂપ થવાના કાર્યોમાં વ્યસ્ત રખાવે સૂર્યમંગળ ની આપની રાશિમાંયુતિ થવા જાય છે,ઍટલે ક્રોધ કરવામાં બહુ સમજદારી રાખવી.
બહેનો :-મિત્રવર્તુળ અને સંતાનો થી પ્રસન્નતા વધે.

વૃશ્ચિક :-ચોથા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ જમીન-મકાન-વાહન ને લગતા દરેક કાર્યો પૂરા કરવામાં સહાય કરે,દસ્તાવેજ-બાનાખતના કામ થાય,સૂર્ય-મંગળ બારમાં સ્થાને આવતા હોય દરેક બાબતમાં જાળવવું પડે.
બહેનો :- માતા-પિતા તરફથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય.

ધન :- મિત્રસ્થાનમા ચંદ્ર નું ભ્રમણ ભાઈ-ભાંડુ ના કાર્યમાં આપને તત્પર રહેવું પડે,સાથે ભક્તિકાર્ય અને ધાર્મિકકાર્યમાં પણ વ્યસ્ત રહેવાનુ બને,સૂર્ય-મંગળ લાભસ્થાને અનેક પ્રકારના લાભની તક આવે,સારું રહે.
બહેનો :-તીર્થયાત્રાઓ-માનતાઓ પૂરી કરવાનો અવસર મળે.

મકર :- બીજા સ્થાનમા ચંદ્ર, આવકનું પ્રમાણ મધ્યમ છતાં સારું રહે,તમારી પ્રગતિમાં પરિવારજનો નો સહયોગ મળતા સારું, સૂર્ય-મંગળ દશમે રંગ-રસાયણ-સૈનિક-રાજકારણ થી સારી મદદ મળે,આવક વધે.
બહેનો :-પરિવારજનો સાથે પ્રવાસ પર્યટન નો લાભ મળે.

કુંભ :- આપની રાશિમાં ચંદ્ર વિચારોમાં મંદગતિ અને કાર્યમાં થોડો આળસ-પ્રમાદ વધારનાર બને,ભાગીદારીમાં નિર્ણયો મોડા લેવાય,સૂર્યમંગળ આઠમા સ્થાનેઆવતા દરેક બાબતમાં સંભાળીને ચાલવું.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે સારા ઘરની વાતચીત આવે.

મીન :-બારમાં વ્યય ભુવનમાં ચંદ્ર આવક કરતાં જાવકનું પલડું ભારે રાખે,પરિવારજનો કે અન્ય કાર્યોમાં ખર્ચ વધતો જોવા મળે,સૂર્ય-મંગળ આઠમા સ્થાને આવતા દરેક બાબતમાં સંભાળીને ચાલવું.
બહેનો :- બિનજરૂરી મુસાફરી ટાળવી,આરોગ્ય સાચવવું.

વાસ્તુ :-ગુરુવારે દક્ષિણ દિશામાં યાત્રા-પ્રવાસ પહેલા દહીનું સેવન કરવું,કેસરચંદન અને ગુરુગાયત્રી ના જપ કરતાં-કરતાં નીકળવું.

Follow Me:

Related Posts