fbpx
Home આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાના ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન

અમરેલી તા.૨૮ જૂન, ૨૦૨૨ (મંગળવાર) રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના ઉપક્રમે, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી અમરેલી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લા કક્ષાના ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન કરવમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્કશોપમાં ૬ થી ૧૪ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટેનું નિયત અરજી ફોર્મ  કચેરીના બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com પરથી અથવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી પરથી મેળવી શકાશે. વિદ્યાર્થીઓની આ નિયત અરજીમાં ઉંમર, આધાર પુરાવા (આધાર કાર્ડ/જન્મ તારીખનો દાખલો) પોતાનું પુરું નામ-સરનામું, મોબાઇલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી સહિતની વિગતો ભરવાની રહે છે.

આગામી તા.૨૦ જુલાઈ-૨૦૨૨ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત કચેરી,  બ્લોક-સી, રૂમ નં -૧૧૦ /૧૧૧, પ્રથમ માળે, બહુમાળી ભવન, અમરેલીને આ માટેની અરજી મોકલી આપવી. આ સ્પર્ધા વિશેની વધુ માહિતી અને વિગતો માટે કચેરીનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ કરવો, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે