Home Archive by category ગુજરાત

ગુજરાત

ગુજરાત
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે કડી ખાતે આયોજિત એક સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. પાટીદાર સમાજની વિશાળ હાજરી વચ્ચે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘આ સમાજ કોઈના ખોટા વાયદાઓ કે લાલચમાં આવતો નથી.’પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર સમાજને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આપ Continue Reading
ગુજરાત
દિલ્હી બ્લાસ્ટની ઘટના પછી ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સોમવારે (17મી નવેમ્બર) રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો(SP)ને એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. રાજ્ય પોલીસ વડાએ આ આદેશ કરતાં કહ્યું છે કે, છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ઝડપાયેલા હિસ્ટ્રીશીટર્સનું આગામી 100 કલાકમાં જ એક ડોઝિયર તૈયાર કરવામાં આવે.  રાજ્ય પોલીસ વડાના […]Continue Reading
ગુજરાત
ઉત્તરાયણને હજી બે મહિનાની વાર છે, ત્યાં જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ નડિયાદમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ચાઈનીઝ દોરીની ઝપેટમાં આવવાથી એક કોલેજિયન યુવતીનું ગળું કપાયું હતું, જો કે, સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.મળતી માહિતી અનુસાર, નડિયાદના વૈશાલી સિનેમા રોડથી માનવ સેવા પરિવાર ટી પોઈન્ટ પર આ અકસ્માત સર્જાયો હતો. કોલેજના […]Continue Reading
ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. હોસ્પિટલના જુના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવતાં મોટો હોબાળો મચી ગયો છે.રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક એવી રાજકોટ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં હોસ્પિટલના જુના બિલ્ડીંગના […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ જતા રસ્તા પરથી LCBએ ટેન્કરમાંથી આશરે 2.70 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લુઝ સિમેન્ટ ભરવાના ટેન્કરનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.મળતી માહિતી અનુસાર, LCB […]Continue Reading
ગુજરાત
ભાવનગર શહેરમાંથી એક અત્યંત ચકચારી અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. શહેરના કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોની નજીકથી એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના બે માસૂમ બાળકોના મૃતદેહો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ત્રણેય છેલ્લા 10 દિવસથી ગુમ હતા. તેઓ ઘરેથી […]Continue Reading
ગુજરાત
નર્મદા જિલ્લાના નેત્રંગ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાના સ્થળેથી થોડા જ અંતરે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી દરમિયાન તેણે ગુજરાતમાં બંધારણની અનુસૂચિ પાંચ લાગુ ન કરવા બદલ સરકારને આડે હાથ લીધી હતી અને આદિવાસી વિસ્તારોમાંથી ખનીજોની ચોરી થતી […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 નવેમ્બર) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ તેઓ આજે રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહ્યા છે.પીએમ મોદીએ 9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2003માં દેવમોગરા માતાના […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 નવેમ્બર) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન મોદી સુરતથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચ્યા હતા. આ અગાઉ તેમણે સાગબારામાં પૌરાણિક દેવમોગરા મંદિરમાં માતાની પૂજા કરી હતી અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સુરતથી દિલ્હી જતા પહેલા સુરતમાં બિહારના વતનીઓને મળ્યા. Continue Reading
ગુજરાત
અમદાવાદથી મુંબઈ વચ્ચેના આ ટ્રાયલ દરમિયાન, માર્ગમાં આવતા મુખ્ય સ્ટેશનો જેવા કે વડોદરા અને સુરત ખાતે પણ આ સ્લીપર ટ્રેનની એક ઝલક જોવા મળી હતી. આ સ્ટેશનો પર ટ્રેન રોકાઈ ન હોવા છતાં, નવી વંદે ભારત સ્લીપર ટ્રેનને નજરે નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સુકતાભારતીય રેલવેની આધુનિક સફરમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. દેશની પ્રથમ […]Continue Reading