fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

પશુપાલન વિભાગ અમરેલી દ્વારા પશુપાલન વ્યવસાયમાં માર્ગદર્શન અંગે શિબિર યોજાઈ

પશુપાલન વિભાગ અમરેલી દ્વારા આજે અમરેલી ગૌશાળા પાંજરાપોળ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પશુપાલન વિભાગના નિષ્ણાંતો દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન, આદર્શ પશુપાલન, નફાકારક પશુપાલન, બચ્ચાં ઉછેર જેવા વિષયો ઉપર શિબિરાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર અમરેલી જિલ્લામાંથી આવેલા પ્રગતિશીલ પશુપાલકોના અનુભવો અને પ્રશ્નોત્તરી યોજાઈ હતી. પશુપાલન વિભાગના અધિકારીઓએ શિબિરમાં પશુપાલન વ્યવસાયના ચાર પાયારૂપ બાબતો પશુ- પોષણ, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય અને પશુ-વ્યવસ્થાપન વિશેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. જેનો સમગ્ર અમરેલી જિલ્લાના પશુપાલકોએ લાભ મેળવ્યો હતો. પશુપાલન વ્યવસાયમાં વૈજ્ઞાનિક ઢબ અને આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી તેમજ પશુપાલન અને ખેતી સંલગ્ન પરિસ્થિતિ સાથે જ પશુપાલનને વધુ બહેતર વ્યવસાય કઈ રીતે બનાવી શકાય તે માટે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં નાયબ પશુપાલન નિયામક ડો. ટી. સી. ભાડજા સહિતના પશુપાલન વિભાગના તમામ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ પશુ રોગ નિષ્ણાતો તથા મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ખેડુતો, પશુપાલકો તથા આમ જનતાના ભોગે વન્ય રાનીપશુઓનુ જતન કયાં સુધી : અશોકસિંહ તલાટીયા

City Watch News

અમરેલીનાં ભાજપનાં અગ્રણી ડો. કાનાબારનાં નિવાસ સ્‍થાને પ્રભારીમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા

City Watch News

અમરેલી નગરપાલિકાના નિર્ભર તંત્રના પાપે ચિતલ રોડ પર આવેલ શ્રી રંગ સોસાયટીમાં લાખો લીટર ગેલન પાણીનો બગાડ

City Watch News