fbpx
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્લામાં બાળ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓએ માન્યતા લેવી ફરજીયાત

જુવેનાઇલ જસ્ટિસ એકટ–૨૦૧૫ની કલમ–ર(૧૪) મુજબ કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળક એટલે કે કોઇ પણ બાળકો જે રહેઠાણ વગરના મળી આવેલ હોય, જીવન નિર્વાહના સાધનો વગર મળી આવેલ હોય, બાળ મજુર હોય અથવા ભિક્ષાવૃત્તિ કરતાં હોય તેવા બાળકો, રસ્તા પર રહેતા હોય તેવા બાળકો, બાળકને માર મારેલ હોય, શોષણ કરેલ હોય, દુર ઉપયોગ કરેલ હોય, બાળકને ધિક્કારેલ હોય, માનસીક અથવા શારીરિક રીતે વિકલાંગ હોય, માતાપિતા બાળકોને રાખવા અસક્ષમ હોય, બાળક અનાથ હોય કે સંભાળ લેનાર કોઇ ન હોય, ગુમ થયેલ કે ભાગી ગયેલ બાળકો મળી આવેલ હોય, ગેરકાયદેસર વ્યવસાયમાં જોડાય તેવી સંભાવના હોય, અથવા કુદરત કે માનવસર્જિત આપત્તિનો ભોગ બનેલ હોય તેવા બાળકોને કાળજી અને રક્ષણની જરીયાતવાળા બાળકો કહેવામાં આવે છે.

તેમજ જુવેનાઇલ જસ્ટિસ એકટ–૨૦૧૫ની કલમ–ર(૧૩) મુજબ કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળકો એટલે એવા બાળકો કે જેમણે કોઇ ગુનાહીત કૃત્ય કર્યાનો આક્ષેપ હોય અથવા કૃત્ય કરતાં પકડાયેલ હોય અને તે બાળકે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરેલ ન હોય. જુવેનાઇલ જસ્ટિસ એકટ–૨૦૧૫ની કલમ–ર(૧૩) અને ર(૧૪) મુજબના તમામ બાળકોને સંસ્થાકીય સેવાઓ આપવા માંગતી સંસ્થાઓએ કાયદાની કલમ–૪૧(૧) મુજબ તેમની સંસ્થાની નોંધણી
કરાવવી અને માન્યતા લેવી બને છે.

જો કોઇ સંસ્થાએ નિશ્ચિત સમયમાં માન્યતા મેળવેલ નથી અને તે સંસ્થા કાયદાની કલમ ર(૧૩) અને ર(૧૪) મુજબના બાળકોને રાખી રહી છે તો તેને જુવેનાઇલ જસ્ટિસ એકટ–૨૦૧૫ની કલમ–૪૨ મુજબ ૧ વર્ષ સુધીની કેદ અથવા એક લાખથી ઓછી ન હોય તેટલો દંડ અથવા બંને થવાને પાત્ર છે તથા જો ૩૦ દિવસમાં રજીસ્ટ્રેશન માટે અરજી ન કરે તો અલગથી સજાની જોગવાઇ કરવામાં આવેલ છે.

જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ એકટ–૨૦૧૫ની કલમ–ર(૧૩) અને ર(૧૪) મુજબના તમામ બાળકોને સંસ્થાકીય સેવાઓ આપતી હોય અને રજીસ્ટ્રેશન બાકી હોય અથવા જુવેનાઇલ જસ્ટિસ એકટ–૨૦૧૫ની કલમ–ર(૧૩) અને ર(૧૪) મુજબના તમામ બાળકોને સંસ્થાકીય સેવાઓ આપવા માટે કાર્ય કરવા માંગતી હોય તેવી સ્વૈછીક સંસ્થાએ જુવેનાઇલ જસ્ટિસ એકટ – ૨૦૧૫ અંતર્ગત સંસ્થાને રજિસ્ટ્રેશન કરાવવાનુ ફોર્મ તથા દરખાસ્ત www.gscpsdsd.in અને www.sje.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. વધુ વિગતો માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીને રૂબરૂમાં મળવાનું રહેશે.

Related posts

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૪૩ ઇસમો સામે ૮૨ ગુન્‍હાઓ દાખલ કરી ૫૪ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ

City Watch News

રાજ્યના કુલ કોરેન્ટાઇન કરેલા લોકો પૈકી ૩૧% તો માત્ર અમરેલી જિલ્લામાં : અમરેલી સૌથી વધુ કોરેન્ટાઇન લોકો ધરાવતો જિલ્લો રાજ્યમાં કુલ ૪.૬૫ લાખ લોકો કોરેન્ટાઇન અને માત્ર અમરેલી જિલ્લામાં ૧.૪૬ લાખથી વધુ લોકો કોરેન્ટાઇન

City Watch News

છેલ્લા સાતેક માસથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનાં જુગાર ઘારાનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

City Watch News