fbpx
28 C
Gujarat
July 11, 2020
www.citywatchnews.com
અમરેલી

કોરોના ઇફેક્ટ / અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની જિલ્લા બહાર વસતા નાગરિકોને અમરેલી જિલ્લાની હદમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર કેન્દ્ર તેમજ રાજ્ય સરકારી વહીવટી તંત્ર  કોરોનાના અતિક્રમણ માટે અસરકારક પગલાં લઈ રહ્યું છે. ત્યારે આ સમયે વહીવટી તંત્રને મદદરૂપ થવાને બદલે લોકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં લોકડાઉન હોવા છતાં બહારગામથી હજારોની સંખ્યામાં પ્રાઇવેટ વાહનોમાં પોતાના વતનમાં જવાની પેરવી કરી રહ્યા છે. અમરેલી શહેર તેમજ જિલ્લાના બહુ જ મોટી સંખ્યામાં લોકો બહાર સ્થાયી થઈ ગયા છે તે લોકો અત્યારે પોતાના વતનમાં ના પાડી છે છતાં કોરોનાના ભયથી આવી રહ્યા છે તે સંજોગોમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિરલિપ્ત રાય દ્વારા આવા તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે અમરેલી જિલ્લાના વતની હોય અને જિલ્લા બહાર વસવાટ કરતા હોય તેવા નાગરિકોને અમરેલી જિલ્લામાં પ્રવેશ કરવો નહીં અને જે તે જિલ્લામાં જ રહેવું. આમ છતાં અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે તો તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમના વાહનોને પણ ડિટેઇન કરવામાં આવશે. આમ અમરેલી શહેર અને જિલ્લાના નાગરિકોને તાકીદ કરવામાં આવી છે.

Related posts

દામનગર શહેરમાં સેવા સંસ્થા ઓમાં પ્રાંત અધિકારી અને મામલતદારની કડક સૂચના સેવાના નામે કોઈ છૂટછાટ નહિ

City Watch News

ખાંભા ગીર પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ,મીની વાવાઝોડું ફૂંકાયું તેવો ફૂંકાયો પવન

City Watch News

અમરેલી જિલ્લામાં ધોરણ -10 અને 12ના 48 કેન્દ્રો પર 40,500 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

City Watch News