fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા અપીલ કરવામાં આવી

ગતરાત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંદેશો આપી કોરોના વાઇરસ કેટલો ઝડપથી ફેલાય છે તે અંગે દેશને માહિતગાર કર્યો હતો સમગ્ર ભારત દેશને 21 દિવસ એટલે 14મી એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યો છે. ત્યારે રાત્રિથી જ ગુજરાત રાજ્યના નાના મોટા શહેરોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લાઈનો લાગી ગઈ હતી. આ તદ્દન ખોટું પગલું છે. અગાઉ પણ જાહેર કરેલું અને રોજ જાહેર કરવામાં આવે છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી જીવન જરૂરિયાતનો 1 વર્ષ ચાલે તેટલો પૂરતો સ્ટોક છે તેમ છતાં મોલ તેમજ કરિયાણા ની દુકાનોમાં ભીડ થઈ જાય છે.

આના અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કોરોના વાઇરસ ને ફેલાતો અટકાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવામાં ઉતાવળ ન કરવી જોઈએ, દરેક નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી રોજે રોજ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી રહેશે. અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ના દુકાનદારો ને પણ તાકીદ કરવામાં આવી છે કે જ્યારે કોઈ ખરીદી કરવા આવે ત્યારે ટોળા વળીને ઉભા ના રહે એકબીજા ગ્રાહકો વચ્ચે અંતર રાખી ખરીદી કરે તેવી ખાસ વ્યવસ્થા ઉભી કરવાનું પણ અમરેલી જિલ્લા પોલિસ દ્વારા સૂચન કરવામાં આવેલ છે.

Related posts

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ખેડૂતો માટે ૭૦૦ કરોડના પેકેજને અમરેલી જિલ્લા યૂવા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ દ્વારા આવકારવામાં આવી છે

City Watch News

દામનગરના રાભડા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત બાળકીની સફળ સર્જરી કરાય

City Watch News

રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરે અમરેલીના SP નિર્લિપ્ત રાય અને PSI ડોડિયાને આપી ધમકી

City Watch News