fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્લામાં લોકડાઉન સંદર્ભે વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર

ગઈકાલે રાત્રે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં ૨૧ દિવસ એટલે કે તા. ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે લોકોએ પણ સ્વયંશિસ્તમાં રહીને બીનજરૂરી ઘરની બહાર ન નિકળવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ અપીલ કરી છે. જીવનજરૂરીયાતની ચિજવસ્તુઓ લોકોને મળતી રહેશે.

લોકડાઉનની પરિસ્થિતિમાં અમરેલી જિલ્લામાં આદેશોનું ચુસ્તપણે પાલન થાય એ દિશામાં વહીવટી તંત્રે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ એક્શન પ્લાન અંતર્ગત કામ સિવાય બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ કાયદાના ભંગ બદલ પોલીસતંત્રને કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

ઉપરાંત વહીવટી તંત્રએ જાહેર જનતાને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા તાકીદ કરી હતી અને જિલ્લામાં દૂધ, શાકભાજી, કરિયાણું જેવી તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્ર સજ્જ છે જેથી જાહેર જનતાને ચિંતા ન કરવા જણાવ્યું હતું.

આ સિવાય દુકાનદારો દ્વારા લોકડાઉનની સ્થિતિમાં સંગ્રહખોરી કે ચીજવસ્તુઓના ભાવમાં વધારો નહિ ચલાવી લેવાય તેમ જણાવ્યું હતું. આ કાર્ય માટે વહીવટીતંત્ર દ્વારા આજથી જ ટીમ કાર્યરત કરવામાં આવી છે. લોકડાઉન અન્વયે ભીડ એકત્રિત ન થાય એ હેતુસર અમરેલી શહેરમાં વોર્ડ વાઈઝ શાકભાજી, દૂધના વિતરણ માટેના આદેશો અપાયા છે. અમરેલી શાકમાર્કેટ ફોરવર્ડ ગ્રાઉન્ડ સ્થળાંતર કરવામાં આવી છે તેમજ કોઈપણ જગ્યાએ વ્યક્તિઓ વચ્ચે ૧-૧ મીટરનું અંતર રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.

લોકોને લોકડાઉન અંતર્ગત વધુ અપડેટ મેળી રહે તે માટે ટ્વીટરના @CollectorAmr, @InfoAmreliGoG, @DDOAmreli અને @SP_Amreli એકાઉન્ટ્સ ફોલો કરવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરશ્રી દ્વારા વેપારી સંગઠન અને અખબાર વિતરણ સંગઠનના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તંત્રને જિલ્લાના દરેક ગામે દૂધ ઉપલબ્ધ કરાવવા અખબારી વિતરણના અગ્રણીઓ દ્વારા પણ મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવા ચોક્કસ સમયગાળો નિયત કરાશે અને આર્થિક રીતે સક્ષમ લોકો માટે દૂધ, શાકભાજીની હોમ ડિલિવરીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેને આર્થિક રીતે ન પોસાતું હોય એવા લોકોને દુકાનો ઉપર પ્રાયોરિટી અપાશે. આ સિવાય ગામના સરપંચોને મોટા શહેરોથી ગામમાં આવતા લોકોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.

વડીલોએ ૩૦ વર્ષથી નીચેના યુવાઓ બહાર ન નીકળે તેની તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં લોકડાઉનની પરિસ્થિતિમાં યુવાનો કામ સિવાય રખડતા દેખાશે તો તેમની સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાશે.

Related posts

સાવરકુંડલાના મહુવા રોડ ઉપર ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ

City Watch News

ખાંભાના ઈગોરાળા મહિલા જાગૃતિ સેન્ટરની બહેનોનો પ્રવાસ યોજાયો

City Watch News

મારામારીનાં ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

City Watch News