fbpx
28 C
Gujarat
July 11, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલીના SP એ લોક ડાઉનનો કડક અમલ કરવા, હોમ કોરોન્ટાઈન વાળા વ્યક્તિ ,પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ જાહેરમાં ભેગાં થઈને બેઠાં હોયતો  આ નંબર પર ફોટા વોટ્સએપ કરો

વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં COVID–19 ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં ‘‘લોક ડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા ‘‘લોક ડાઉન’’ નો ચુસ્‍ત પણે અમલ કરાવવા ૯૬૮૭૫૬૬૫૬૫ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવેલ છે

આ વોટ્સએપ નંબર ઉપર અમરેલી જિલ્લાના કોઇ પણ સ્થળેથી

1️⃣ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ જાહેરમાં ભેગાં થઈને બેઠાં હોય, તો તેવા લોકોના ફોટોગ્રાફસ મોકલી આપવા.
2️⃣ હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ વ્યક્તિ જો બહાર ફરતાં દેખાય તેવા લોકોના ફોટોગ્રાફ્સ મોકલી આપવા.
3️⃣ આવશ્યક ચીજવસ્તુ કે ખાદ્યસામગ્રી સિવાયની દુકાનો ક્યાંય ખુલ્લી જોવા મળે તો તેના ફોટોગ્રાફસ આપવા.

✨ ઉપરોક્ત વિગતોના ફોટોગ્રાફ્સ મોકલનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે, પરંતુ કોઇએ ખોટી માહિતીઓ આપવી નહીં. મોકલવામાં આવેલ ફોટોગ્રાફસ અંગે ચકાસણી કરીને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ગુન્હાઓ દાખલ કરવામાં આવશે.

આ રીતે લોક ડાઉનનો ભંગ કરી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા ઇસમોની માહિતી પુરી પાડી કોરોના વાયરસ સામેની લડાઇમાં સક્રિય થઈ સહયોગ આપવા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

Related posts

અમરેલીનાં નવા ગીરિયા અને નાના માચિયાળા સુધી ધોધમાર વરસાદ

City Watch News

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૯૦ ઇસમો સામે ૧૩૪ ગુન્‍હાઓ દાખલ કરી તથા ૩૧૦ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ

City Watch News

પીજીવીસીએલ ના કર્મચારીઓની ડો. કાનાબાર અને પી પી સોજીત્રા એ એમની સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરી ને મલ્ટી વિટામિન ટેબ્લેટનું વિતરણ કર્યું

City Watch News