fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી સૌરાષ્ટ - કચ્છ

પાસ પરમીટ વગર જૂનાગઢ જિલ્લામાં પ્રવેશેલા અમરેલી જિ.પં. પ્રમુખ સહિત 4 સામે કાર્યવાહી

હાલ કડકપણે લોકડાઉન અમલમાં હોય જેમાં સરકારી ઉચ્ચ અધિકારીઓથી લઇ પટ્ટાવાળાઓ તેમજ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઇને કોઇ કોઇ રીતે પોતાનું યોગદાન આપી 43 દિવસથી સમજાવી લોકડાઉનનો ભંગ ન કરવા ઘરની બહાર ન નીકળવા રાત-દિવસ એક કરી રહ્યા છે.

જૂનાગઢના બિલખા ખાતે પોલીસ પેટ્રોલીંગમાં વગર મંજૂરીની સરકારી ગાડીમાં બિલખા આવેલ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ ખોડાભાઈ વાઘેલા ડ્રાઈવર સહિત ચારને પોલીસે વગર મંજુરીએ પકડી પાડ્યા હતાં.

બિલખાના પીએસઆઈ એસ.કે. માલમ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બગસરા (ભાયાણી) ગીર તરફથી આવેલ કાર નં. જીજે 14 એ 8699ને રોકી કારના ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેનું નામ દિનેશ જગદીશ ચૌહાણ હોવાનું અને કારમાં બેઠેલા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ ખોડાભાઈ વાઘેલા હોવાનું અને અન્ય ભરતભાઈ મણીભાઈ સોમાણી, શોભનાબેન યશવંતભાઈ સોમાણી પણ કારમાં સવાર હતાં. પોલીસે આ લોકો પાસે પાર પરમીટ અને મંજુરી માંગતા તે કંઇ જ ન હોવાનું જણાવતાં બિલખા પોલીસે સરકારી કાર કબજે કરી જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાી ખોડાભાઈ વાઘેલા સહિત ચારેય સામે લોકડાઉન અને જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.

Related posts

અમરેલીનાં ભાજપ અગ્રણી ડો. કાનાબારે સોશ્‍યલ મીડિયાને ‘‘જીન” સાથે સરખાવ્‍યું

City Watch News

સુરતમાં ત્યક્તા પર દુષ્કર્મ : અમરેલી જીલ્લા કોંગ્રેસના દિગ્ગજ આગેવાનનો ભાઈ મુખ્ય આરોપીને દબોચી લેવાયો

City Watch News

દામનગરના ઓશિયા જેમ્સ દ્વારા શાલ ધાબળાનું વિતરણ

City Watch News