fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

માર્કેટયાર્ડમાં સફેદ સોના સમાન કપાસની ભરપૂર આવક

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા બે દાયકાથી કપાસનું વાવેતર અને ઉત્‍પાદનનાં પ્રમાણમાં અનેકગણો વધારો થયો છે. જો કે છેલ્‍લા પાંચેક વર્ષથી ખેડૂતોને કપાસનો ભાવ યોગ્‍ય મળતો નથી છતાં પણ ખેડૂતો મજબુરીવશ દર વર્ષે કપાસનું વાવેતર કરી રહૃાાં છે. કોરોનાનાં કહેર વચ્‍ચે લાગુ થયેલ લોકડાઉનમાં ખેડૂતોએ મહામુસીબતે તૈયાર કરેલ કપાસનું વેચાણ કરવા માટે નોંધણી કરાવ્‍યા બાદ જિલ્‍લાનાં જુદા-જુદા માર્કેટયાર્ડમાં આવી રહૃાા છે. જયાં તેઓ માસ્‍ક અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સાથે નિયમાનુસાર કપાસનું વેચાણ કરી રહૃાાં છે. જિલ્‍લામાં કપાસનું મબલક ઉત્‍પાદન થયું છે. પરંતુ સારી ગુણવત્તાનાં કપાસનો ભાવ માત્ર 900થી 1000 અને મઘ્‍યમ ગુણવત્તાનાં કપાસનો ભાવ 6પ0 થી 7પ0 આવી રહૃાો હોય ખેડૂતો મનેકમને આર્થિક તંગીથી કંટાળીને કપાસનું વેચાણ કરવા મજબુર બની રહૃાા છે.

Related posts

ખાંભાના રાયડી ગામે બંધ શાળાના ઓરડામાં 2 સિંહબાળ ઘુસ્યા,લોકોમાં ભય

City Watch News

જાફરાબાદ શહેરમા વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ધામધુમ પૂવૅક ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી

City Watch News

અમરેલી APMC ના 29-2-2020 ના ભાવ

City Watch News