fbpx
www.citywatchnews.com
અમરેલી

વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત જવાબદાર અધિકારીઓ વિરુધ્ધ ગુનો નોંધવા માંગ અને વનકર્મીઓએ સ્થાનીક વ્યક્તિઓ સાથે આંતકવાદી જેવો વ્યવહાર ના કરવા માંગ

છેલ્લા બે મહિનામાં ધારી ગીર પૂર્વમાં ૨૯ જેટલા સિંહોના મૃત્યુ થયા છે તથા કેટલાય સિંહોને બીમાર અર્થે રેસક્યું કરી સારવાર સેંટરમાં ખસેડવામાં આવ્યા છે. આપને જણાવતા ખૂબ જ ધૂખ થાય છે કે આપણે સિંહોના સંવર્ધન પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખીયે છતાં પણ અકુદરતી સિંહોના મોત થઈ રહ્યા છે અને આ સીલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આપણે સૌ ગુજરાતી સિંહોનું ગૌરવ લય રહ્યા છીએ ત્યારે આવી ઘટના બનતી રહે છે એટલે કે મારતો હીર અને રડતું ગીર આવી પરિસ્થિતીનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ અંગે ડિપાર્ટમેંટ ઢાંક પિછોડો કરી સિંહ મોતને ઇન ફાઇટ ગણાવી સરકારને ઊભા ચશ્મા પહેરાવી રહી છે પણ હકીકત એ છે કે કોઈ જીવલેણ રોગ ફેલાય રહ્યો છે. આને લીધે ગીરના ડાલામથ્થાનું ભાવિ જોખમમાં મુકાય રહ્યું છે. જો આ રીતે જ ચાલુ રહેશે તો આપણું ઘરેણું ચૂચાપ લુટાઇ જશે. આવી ઘટના બનવાનું ખાસ કારણ એ છે કે અધિકારીઓની ધારે બેડકારી, વન્ય પ્રાણીઓના અવલોકન-ફેરણું કરવાના નિયમોનો ઉલાળિયો. ત્યારે આવા કામચોર બાબુઓ પર આ સિંહોના મોતને જિમ્મેદાર ગણાવી સખતમાં સખત કાર્યવાહી જેવી કે પાણી સરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી ધખલરૂપ કામગીરી કરશો જેથી આવી અધિકારીઓની ઘોર બેદરકારીનો શિકાર આપના ગૌરવ સામા સિંહો ના બને. જેથી આપણે ગીર અને સિંહો આપની સંસ્કૃતિ છે, સાચવી શકીએ. તે હશે તો જ આપણું ગુજરાતનું નામ મોખરે રહેશે.

Related posts

લાઠીમાં ધારાસભ્ય વિરજી ઠુમ્મરની અગેવાનીમાં વિવિધ મુદ્દે મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆત

City Watch News

વીજળીબિલ,શિક્ષણ વર્ષ ફી,ખેડૂતોનુંધિરાણ,પાણીવેરો અને મિલ્કત વેરો માફી માંગ કરતાં સાવરકુંડલા કૉંગ્રેસ પરિવાર

City Watch News

પીપાવાવ પો.સ્ટે.ના અપહરણનાં ગુન્હાનાં કામે આરોપી સાથે ભોગબનનારને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ.

City Watch News